Navsari: ડાંગરની ખેતીમાં થતો મોંઘોદાટ ખર્ચ ઘટાડવાની દિશામાં નવસારીના ખેડૂતોની પહેલ, પોખીને ડાંગરની વાવણીની કરી શરૂઆત

|

Jul 27, 2023 | 10:19 PM

Navsari: નવસારીમાં ખેડૂતોએ પોખીને ડાંગરની વાવણી કરવા જેવી જૂની પદ્ધતિ અપવાની છે. આ પદ્ધતિથી તેઓ સારુ ઓછા ખર્ચે સારુ ઉત્પાદન મેળવી રહ્યા છે. ડાંગરના પાકના કારણે પૌવા ઉદ્યોગ એટલો વિકાસ પામ્યો છે કે સમગ્ર જિલ્લાના પૌવા નિકાસ કરવામાં આવે છે.

Navsari: ડાંગરની ખેતીમાં થતો મોંઘોદાટ ખર્ચ ઘટાડવાની દિશામાં નવસારીના ખેડૂતોની પહેલ, પોખીને ડાંગરની વાવણીની કરી શરૂઆત

Follow us on

દક્ષિણ ગુજરાતને ડાંગર અને શેરડીનું હબ ગણવામાં આવે છે. જેમાં શેરડી બાદ ડાંગરની સૌથી વધુ ખેતી કરવામાં આવે છે. શેરડીને સંલગ્ન સહકારી સુગર ફેક્ટરીઓ ખૂબ મોટા પાયા પર વિકાસ પામી છે. તેવી જ રીતે ડાંગર સાથે જોડાયેલી પૌવા મિલો પણ ખૂબ મોટા પાયે વિકાસ પામી છે.

ડાંગરના પાકના કારણે પૌવા ઉદ્યોગ એટલો બધો વિકાસ પામ્યો છે કે સમગ્ર દેશમાં નવસારી જિલ્લાના પૌવા નિકાસ કરવામાં આવે છે અને સારી એવી રકમ ઉદ્યોકારો મેળવી રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાસાયણિક ખાતરોના મોંઘા ભાવો મજૂરોની ઘટ અને ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને પગલે નવસારી જિલ્લાના ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

ઉનાળુ- ચોમાસુ બંને સીઝનમાં થાય છે ડાંગરની રોપણી

એક અંદાજ મુજબ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બે લાખથી વધુ હેક્ટરમાં ડાંગરનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાં નવસારી જિલ્લો ડાંગર ઉત્પાદનમાં અવ્વલ નંબરે ગણાય છે. ઉનાળુ અને ચોમાસુ એમ બંને સીઝનમાં ડાંગરની રોપણી અને વાવણી કરવામાં આવે છે જે નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોની આજીવિકાનો સૌથી મોટો સ્ત્રોત ગણવામાં આવે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો ખેડૂતો માટે માથાનો દુ:ખાવો બને છે. ત્યારે નવસારી જિલ્લાના ગામના એક ખેડૂતે છેલ્લા એક દસકાથી ડાંગરની વાવણીમાં નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેના કારણે ખેડૂતોને એક વીઘામાં સાડા પાંચ હજાર રૂપિયા જેટલો ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉત્પાદન પણ સારું એવું થાય છે.

પોંખીને ડાંગણની વાવણીમાં ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકશે- પ્રગતિશીલ ખેડૂત

નવસારી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા સદલાવ ગામના પીનાકીનભાઈ પટેલ એક પ્રગતિશીલ ખેડૂત છે તેમણે પોખીને ડાંગરની વાવણી કરવી જેવી જુનવાણી ખેતી પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો છે અને સારું એવું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે.

પોખીને ડાંગરની વાવણી કરવી એટલે ઉનાળા દરમિયાન ડાંગરની કાપણી કરી લીધા બાદ ખેડ કરીને ખેતરને રહેવા દેવું અને ચોમાસાનો પહેલો વરસાદ પડે પછી કચરો ઊગી નીકળ્યા બાદ એકવાર ફરીથી કલ્ટીવેટરથી ખેતરને ખેડીને જમીન પોંચી કરી દેવી અને ત્યારબાદ પાણી ભરાયેલી હાલતમાં રહેવા દેવું.

જેમ રોપણી કરવા માટે ખેતર તૈયાર કરવામાં આવે છે. તેમ મજૂરોને કોઈપણ વાસણમાં ડાંગર ખેતરમાં વળવાનું હોય છે અને ત્યારબાદ ખેતરમાં જરૂરિયાત મુજબ પાણી ભરી દેવાનું હોય છે. આ જુનવાણી પદ્ધતિથી પિનાકીનભાઈ પટેલ છેલ્લા એક દશકથી સારું એવું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે.

પોંખીને ડાંગરની વાવણીમાં ઉત્પાદન ખર્ચ ઘટે છે

ખેતરમાં ચોમાસુ ડાંગરની વાવણી માટે ટ્રેક્ટર દ્વારા ઘાવલ કરવું, ધરું ઉગાડવો, ધરું ઉખેડવો, રોપણી કરવી જેવા ખર્ચમાં ઘટાડો થાય છે. પોખવાની પદ્ધતિમાં ડાંગર સીધુ જ ખેતરમાં છાટી દેવામાં આવે છે. જેના કારણે ખર્ચ ઘટે છે.

માત્ર નિંદામણનો ખર્ચ કરવો પડે છે. પોખીને ડાંગરની વાવણી કરવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે. એક વીઘામાં ઓછામાં ઓછા સાડા પાંચ હજાર રૂપિયા જેટલાની બચત થાય છે. આ જુનવાણી પદ્ધતિ ફરીથી જો ખેડૂતો અપનાવશે તો ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી શકશે અને સારી એવી આવક પણ મેળવી શકશે.

આ પણ વાંચો : Navsari Video : કાવેરી નદીના જળસ્તરમાં વધારો, આંતલિયા અને ઊંડાજ ગામને જોડતો લૉ લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થતા હાલાકી

જુની પદ્ધતિથી ખેતી સાવધાનીપૂર્વક કરવી જરૂરી

કૃષિ યુનિવર્સિટીના ડાંગર સંશોધન વિભાગના પ્રાધ્યાપક કિંજલ શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પોખીને ડાંગર રોપણી પદ્ધતિ એ આપણી ખેતી પદ્ધતિની જૂની રીત છે. એને ફરીથી અપનાવવામાં આવે તો ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરીને આવકમાં વધારો કરી શકાય છે પરંતુ એ સાવધાનીપૂર્વક કરવાની હોય છે.

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article