Navsari: જનતાના પૈસાનું આંધણ, નવસારીના વિજલપુરમાં મીઠુ પાણી આપવામાં પાલિકાના ધાંધિયા, 7 વર્ષ બાદ પણ તળાવ નથી ભરી શકી

|

May 29, 2023 | 3:42 PM

Navsari: નવસારીના વિજલપુર પાલિકા છેલ્લા 7 વર્ષથી તળાવમાં મીઠુ પાણી ભરવાનુ આયોજન કરી રહી છે. પરંતુ સાત વર્ષ વિત્યા બાદ પણ તળાવમાં એક ટીપુ પણ પાણી સ્ટોર થયુ નથી. કરોડો ખર્ચ્યા બાદ પાલિકાને બ્રહ્મજ્ઞાન થયુ છે કે તળાવની ભૌગોલિક સ્થિતિ જ એવી છે કે તેમા પાણી સ્ટોર ન રહે.

Navsari: જનતાના પૈસાનું આંધણ, નવસારીના વિજલપુરમાં મીઠુ પાણી આપવામાં પાલિકાના ધાંધિયા, 7 વર્ષ બાદ પણ તળાવ નથી ભરી શકી

Follow us on

Navsari: વિજલપુર પાલિકા વિસ્તારમાં લોકોને મીઠું પાણી મળી રહે તે માટે તળાવમાં પાણી ભરવાનું આયોજન કરવામાં આવ્યું પણ સાત વર્ષ વિત્યા છતાં એક પણ ટીપુ પણ પાણી ભરાયું નથી. હવે કરોડોના ખર્ચ પછી સાત વર્ષે પાલિકાને જ્ઞાન આવ્યું કે તળાવની ભૌગોલિક સ્થિતિ જ એવી છે કે એમાં પાણી નહીં રહે. એટલે હવે જાદુગરની જેમ જાદુઈ ઉપાયો શોધી રહ્યા છે. ક્રિકેટના મેદાન જેવા આકારનું દેખાતુ તળાવમાં પાલિકા દ્વારા અનેકવાર મીઠુ પાણી ભરવાના વાયદા કરવામાં આવ્યા. જો કે પાલિકાના ધાંધિયા એવા છે કે તળાવની ભૌગોલિક સ્થિતિ અંગે કોઈ તાગ મેળવ્યા વિના જ તળાવ ભરવા માટે ફાંફા મારવામાં આવ્યા. જો કે તળાવ તો ન ભરાયુ પરંતુ અહીં ક્રિકેટનું મેદાન બની ગયું છે.

7 વર્ષમાં તળાવમાં એક બુંદ પાણી પણ સ્ટોર ન થઈ શક્યુ

છેલ્લા 7-7 વર્ષથી આ તળાવ આવું ખાલીખમ અને કોરૂધાકોર પડ્યું છે. નવસારીના વિજલપોરમાં આશરે 20 હજારથી વધુ વસ્તી રહે છે. આ તમામ લોકોને પાણી પૂરું પાડવા બોરિંગનું પાણી મિક્સ કરીને પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. આમ સરકારી યોજના છતાં આ વિસ્તારના 20,000 થી વધુ લોકો બોરનું પાણી પીવું પડી રહ્યું છે.

સ્વભાવિક છે કે રાજ્યની સૌથી મોટી નગરપાલીકા હોય એટલે જવાબદારી પણ વધુ હોય. એટલે માની લઇએ કે છેલ્લા 7-7 વર્ષથી તેમને હજુ તેમને પોતે જ બનાવેલા તળાવમાં પાણી ભરવાનો સમય પણ નથી મળ્યો. નવાઈની વાત એ છે કે હવે કરોડોનું આંધણ કરી નાખ્યા બાદ શાસકો અને અધિકારીઓને બ્રહ્મજ્ઞાન થયું કે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે તેમાં તો વરસાદી પાણી સ્ટોર થઈ શકે એમ જ નથી.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આ પણ વાંચો : Navsari: બિલિમોરાના નામાંકિત બિલ્ડર પર દુષ્કર્મની ફરિયાદ, જુઓ Video

જનતાના ટેક્સના પૈસા પાણીમાં

અત્યાર સુધી જનતાના ટેક્સના પૈસા વેડફ્યા બાદ પણ તળાવમાં પાણી તો ન ભરાયું પણ લોકોના પૈસા તો પાણીમાં જરૂર ગયા છે. પાલિકાના આ જાદુઈ ઉપાયો 7 વર્ષમાં કામે નથી લાગ્યા તો હવે કેવી રીતે લોકોને પાણી મળે છે એ જોવાનું રહેશે.

ઈનપુટ ક્રેડિટ- નિલેશ ગામી- નવસારી

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article