Navsari: શહેરના વિજલપુર વિસ્તારમાં આવેલા શાકભાજી માર્કેટ વિસ્તારમાં પાણી ભરાયા, તંત્રની બેદરકારીને કારણે લોકો પરેશાન

|

Jul 18, 2021 | 5:32 PM

સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્ર ધ્યાન ન આપતા આ સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે.

Navsari:મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા.ત્યારે નવસારી શહેરના વિજલપુર વિસ્તારમાં આવેલા શાકભાજી માર્કેટ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે.

 

 

 

શાકભાજી માર્કેટ વિસ્તારમાં પાણી ભરાઇ જવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડ્રેનેજની સફાઇ યોગ્ય રીતે ન થવાના કારણે આ વિસ્તારમાં કાયમ પાણી ભરાવાના બનાવો બનતા હોય છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્ર ધ્યાન ન આપતા આ સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે.

ઉલ્લેખનીય છે કે વરસાદની પહેલા તંત્ર દ્વારા પ્રિ-મોનસૂન (pre-monsoon)ની કામગીરી કરવામાં આવતી હોય છે. જેમાં શહેરમાં આવતા નાળા/ગટરોની સફાઈ કરવામાં આવે છે જેને લઈને ભારે વરસાદના સમયે તેમાં પાણીનો ભરાવો ન થાય પરંતુ ઘણી વાર જોવા મળતું હોય છે કે આવી કામગીરીમાં તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવે છે જેનો ભોગ આમ પ્રજાને બનવું પડતું હોય છે.

 

આ પણ વાંચો: Jamnagar : તોફાની વરસાદથી અનેક જગ્યાએ નુકસાની, એક કલાકમાં અઢી ઈંચ વરસાદ પડ્યો

 

આ પણ વાંચો: Mumbai Rain : મુંબઈમાં વરસાદે તબાહી મચાવી, રસ્તાઓ નદીમાં ફેરવાયા

 

Next Video