Navsari: પાણી ભરાયેલા ગરનાળામાં કાર અટવાઈ, ફાયર બ્રિગેડે કર્યુ રેસ્ક્યુ, જુઓ Video

|

Jun 30, 2021 | 7:16 PM

Navsari: પાણીમાં કાર ફસાયના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડ ટીમ તરત હરકતમાં આવી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર આવીને કારનું સફળ રેસ્કયુ કર્યું હતુ.

Navsari: થોડો અમથો વરસાદ પડતાં જ નાના મોટા ગરનાળાઓમાં પાણી ભરાય જવાની સમસ્યાઓ ચોમાસામાં બનતી જ રહે છે. જેને લઈને ત્યાંથી પસાર થતાં રાહદારીઓને અને વાહનચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા જ કંઈક દ્રશ્યો નવસારી શહેરમાં સર્જાયા હતા. જ્યાં ગરનાળામાં પાણી ભરાય જવાના કારણે એક કાર પાણીમાં ફસાઈ હતી. જુઓ વીડિયો

 

જો કે ગરનાળામાં ભરાયેલા પાણીમાં કાર ફસાયાના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડ ટીમ તરત જ હરકતમાં આવી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર આવીને કારનું સફળ રેસ્ક્યુ કર્યુ હતુ. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જ જાનહાનિના થઈ નથી.

 

આ પણ વાંચો : Panchmahal: ખેડૂતોની માંગને લઈને પાનમ ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયુ, 100 ગામના ખેડૂતોને થશે લાભ

 

આ પણ વાંચો : AHMEDABAD : શિવરંજની હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહની મુશ્કેલીમાં વધારો, એક દિવસના રિમાન્ડ મંજૂર

Next Video