Navsari: ત્રીજી વેેવ પહેલા નવસારી જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં, ભીડવાળા વિસ્તારોમાં ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કોરોના ટેસ્ટિંગ

|

Jul 31, 2021 | 8:35 AM

જિલ્લા કલેકટરની આગેવાની હેઠળ સમગ્ર નવસારી શહેરમાં છ જેટલી ફ્લાઇંગ સ્ક્વોડ બનાવવામાં આવી છે

Navsari: નવસારી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ ઓછા થયા છે પરંતુ વહીવટી તંત્ર હજુ પણ હળવાશથી લેવા તૈયાર નથી કોરોનાના કેસો ન વધે તે માટે જિલ્લા કલેકટર દ્વારા ફ્લાઈંગ સ્ક્વોડ બનાવી ભીડભાળ વાળા વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગની કરવામાં આવી રહ્યા છે..

 

સમગ્ર ગુજરાતમાં જ્યારે ત્રીજી wave આવવાની સંભાવનાઓ સેવાઈ રહી છે જોકે બીજી વેવ દરમ્યાન જ જનજીવનને માઠી અસર પહોંચી હતી. જેને લઇ નવસારી જિલ્લા કલેકટર દ્વારા ફરી કોરોનાના કેસોમાં વધારો ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે ભીડવાળા વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગ ની શરૂઆત કરવામાં આવી છે.

જેમાં જિલ્લા કલેકટરની આગેવાની હેઠળ સમગ્ર નવસારી શહેરમાં છ જેટલી ફ્લાઇંગ સ્ક્વોડ બનાવવામાં આવી છે જેમાં એક પોલીસકર્મી એક નગરપાલિકાના અધિકારી એક આરોગ્ય વિભાગના અધિકારી અને એક કલેકટર વિભાગના અધિકારી આ તમામ મળીને શહેરના ભીડભાડ વાળા વિસ્તારમાં ફરીને લોકોના કોરોના ટેસ્ટ કરી માસ્ક પહેરવા અને કોરોના થી બચવા માટે સૂચનો કરે છે.

આગામી સમયમાં કોરોના ના કેસોમાં વધારો નહીં થાય તે માટે નવસારી જિલ્લા તંત્ર દ્વારા આ રીતે સતર્કતાના પગલા લેવાઈ રહ્યા છે.

આ પણ વાંચો: 100 થી વધુ રોગોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે આ ફળ! જાણો 5 સૌથી મોટા ફાયદા

આ પણ વાંચો: GSEB 12th Result 2021: ધોરણ.12 સામાન્ય પ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓનું ગણતરીની મિનિટોમાં પરિણામ થશે જાહેર

 

Next Video