નવસારીના જલાલપોરમાં ગૌમાંસના સમોસા વેચતો વ્યક્તિ ઝડપાયો, અન્ય એક વોન્ટેડ

|

Jun 09, 2023 | 4:04 PM

આ આરોપી A-ONE નામની ચિકન બિરયાની નામની લારી પર ગૌ માંસના સમોસા વેચતો હોવાનું સામે આવ્યુ છે. જો કે આ કેસમાં હજુ પણ એક આરોપી વોન્ટેડ (wanted) જાહેર કરાયો છે.

નવસારીના જલાલપોરમાં ગૌમાંસના સમોસા વેચતો વ્યક્તિ ઝડપાયો, અન્ય એક વોન્ટેડ

Follow us on

Navsari : નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં સુરત (Surat) જેવી જ એક ઘટના સામે આવી છે. ડાભેલ ગામમાં ગૌમાંસના (beef) સમોસા વેચતો એક વ્યક્તિ ઝડપાયો છે. આ આરોપી A-ONE નામની ચિકન બિરયાની નામની લારી પર ગૌમાંસના સમોસા વેચતો હોવાનું સામે આવ્યુ છે. જો કે આ કેસમાં હજુ પણ એક આરોપી વોન્ટેડ (wanted) જાહેર કરાયો છે.

આ પણ વાંચો-Gujarati Video : રાજકોટમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓનો હોબાળો, બેડા અને ડોલ સાથે દર્શાવ્યો વિરોધ

ઘટના કઇક એવી છે કે આરોપી છેલ્લા 4 વર્ષથી મરઘી અને બકરીના માસનું કહી ગૌમાંસના સમોસાનું વેચાણ કરતો હતો. જો કે ગૌ રક્ષકોએ મરોલી પોલીસ સાથે રહીને ડાભેલ ગામમાં જઈને રેડ કરી હતી. જેમાં સમોસામાં ગૌમાંસ વેચવાની ઘટના આશંકા સેવાઇ રહી હતી. જે પછી પોલીસે સમોસાને FSL મોકલી તપાસ કરતા ગૌમાંસ હોવાનું સામે આવ્યુ છે. જે પછી પોલીસે આરોપી અહમદ મહમ્મદ સૂઝની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી વોન્ટેડ છે.

Video : તમારા ઘરમાં દેશી ટોઇલેટ છે ? જાણી લો રંક માંથી રાજા બનવાનું રહસ્ય
IPL 2025 Retention Player List : તમામ 10 ટીમોએ તેમની રીટેન્શન લિસ્ટ જાહેર કરી, જુઓ
રાજકોટનાં ગોંડલ અક્ષરમંદિર ખાતે દિવાળીનાં પર્વની ઉજવણી કરાઈ
અમિત શાહે સાળંગપુર BAPS સંસ્થાનાં મંદિરની મુલાકાત લીધી
ઇલાયચી ખિસ્સામાં રાખવાથી શું ફાયદા થાય ? જાણી લો
સતત વજન ઘટતું રહેવું હોઈ શકે છે આ ગંભીર બીમારીઓનો સંકેત

ગૌરક્ષકોના આરોપો પર સેમ્પલ FSLમાં મોકલાયા

નવસારીના જલાલપોર તાલુકાના ડાબેલ ગામમાં સમોસામાં ગૌમાંસનું વેચાણ થતું હોવાનું ગૌ રક્ષકો અને પોલીસના દરોડામાં બહાર આવ્યું હતું. ગૌરક્ષકોના આરોપો પર પોલીસે સમોસામાંથી મળેલા ગૌમાંસના ટુકડાને તપાસ માટે મોકલ્યા હતા. એફએસએલ ટેસ્ટમાં સમોસામાં બીફ હોવાની પુષ્ટિ થઈ હતી.

આ પણ વાંચો- સુરતમાં છૂટાછેડાનું નક્કી થયા બાદ સસરાએ ઠાલવ્યો રોષ, 50 લાખ અને ફ્લેટની માગ કરી જમાઈનું ઘર સળગાવ્યુ

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે લારીમાં ગૌમાંસના સમોસા મળ્યા હતા તેનું નામ એ-વન ચિકન બિરયાની લારી છે. એ-વન ચિકન બિરયાનીની લારી છેલ્લા ચાર વર્ષથી જોઈ રહી હતી. આ લારીમાં ચિકન અને બકરીના માંસની સાથે બીફ સમોસા પણ બનાવવામાં આવ્યા હતા.

આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

પોલીસે માંસ સપ્લાય કરનાર એક વ્યક્તિ વિશે પણ જાણકારી મેળવી લીધી છે, પોલીસ તેને શોધી રહી છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(with input : Nilesh Gamit)

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article