Navsari શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ડેમમાં પાણીની સપાટી વધી

|

Sep 06, 2021 | 4:19 PM

નવસારી શહેર અને જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે. નવસારીના વાંસદા , ચિખલી, ખેરગામ, જલાલપોર અને ગણદેવી તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.

ગુજરાત(Gujarat)માં બીજા રાઉન્ડમાં પડી રહેલા વરસાદ(Rain)અંતર્ગત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જેમાં નવસારી(Navsari) શહેર અને જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે. નવસારીના વાંસદા , ચિખલી, ખેરગામ, જલાલપોર અને ગણદેવી તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેના લીધે લોકોએ રાહત અનુભવી છે તેમજ ખેડૂતોના પાકને પણ જીવતદાન મળ્યું છે.

જ્યારે નવસારી જિલ્લાના જૂજ ડેમની જળ સપાટી 165.30 મીટર પર પહોંચી છે. જેની ઓવરફ્લો સપાટી 167.50 મીટર છે. તેમજ કેલીયા ડેમની જળ સપાટી 110.90 મીટર પર પહોંચી જેની ઓવરફલો સપાટી 113.40 મીટર છે. આમ વરસાદ વરસતા જિલ્લાની નદીઓ ને ડેમમાં પાણીની સારી આવક થઈ રહી છે.

આ ઉપરાંત હવામાન ખાતાની આગાહી મુજબ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. જેમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા લૉ-પ્રેસરથી ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 8 અને 9 તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે.

જેમાં 8 અને 9 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા છે. જયારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લીમાં મધ્યમ વરસાદની સંભાવના છે .

આ પણ વાંચો : શું તમને ખબર છે કે, ડુંગળીની છાલમાંથી પણ બનાવી શકાય છે જૈવિક ખાતર ? ઘરે જ આ રીતે બનાવો ખાતર

આ પણ વાંચો :  BHARUCH : MLA છોટુ વસાવાએ CMને લખ્યો પત્ર, જંગલની જમીન પર શક્તિશાળી લોકો દ્વારા અતિક્રમણનો આક્ષેપ કર્યો

 

Published On - 4:12 pm, Mon, 6 September 21

Next Video