Navsari શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકો પરેશાન

|

Sep 07, 2021 | 4:36 PM

નવસારી રેલવે સ્ટેશન વિસ્તારનું ગરનાળા માં પાણી ભરાઈ ગયું છે જેના કારણે મુસાફરો મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે

લોકો વરસાદની આતુરતાથી રાહ જોતા હતા જેનો હવે અંત આવ્યો છે નવસારી(Navsari )શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ(Rain) વરસી રહ્યો છે ધીમીધારે વરસી રહેલો વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થઇ રહ્યો છે વરસાદના કારણે નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવવાના બનાવો બની રહ્યા છે.

જે પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે જ્યારે નવસારી રેલવે સ્ટેશન વિસ્તારનું ગરનાળા માં પાણી ભરાઈ ગયું છે જેના કારણે મુસાફરો મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 7, 8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત , દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

તેમજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે દરિયા કિનારાના જિલ્લામાં પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. જેમાં રાજ્યના અત્યાર સુધી 50 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. તેમજ છેલ્લા ચાર દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે .

જેના લીધે ડેમો અને નદીઓમાં નવા નીર પણ આવ્યા છે. તેમજ વરસાદની ઘટ પણ ઘટી છે. જ્યારે ગુજરાતના આગામી પાંચ દિવસમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ પણ વાંચો : GANDHINAGAR : માછીમારો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, હવે ડીઝલ સબસીડી સીધી ખાતામાં જમા થશે

આ  પણ વાંચો: Vadodara : નવાપુરામાં 15 દિવસથી દૂષિત પાણી આવતા સ્થાનિકો પરેશાન, અનેક રજુઆતો છતાં તંત્ર નિંદ્રાધીન

Published On - 4:35 pm, Tue, 7 September 21

Next Video