રાજ્યમા શ્વાન કરડવાની ઘટના સતત વધી રહી છે. જેના કારણે ઘણા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તેવી જ એક ઘટના નવસારીમાં સામે આવી છે. નવસારીના નવી પોલીસ લાઈન વિસ્તારમાં ચાર લોકોને હડકાયા શ્વાન કરડવાની ઘટના બની છે. શ્વાન કરડેલા તમામ લોકોને તાત્કાલીક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જેની જાણ ફાયર વિભાગને થતા આ તમામ શ્વાનને પોલીસ લાઈન વિસ્તારથી દૂર લઈ જવામાં આવ્યાં છે.
આ પણ વાંચો :Navsari: બિલીમોરાના દરિયા કિનારેથી રૂપિયા 2 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો, જાણો જિલ્લાના મહત્વના સમાચાર
More than four were hospitalized after dog bite in #Navsari #Gujarat #TV9News pic.twitter.com/yt8Jo3trEZ
— Tv9 Gujarati (@tv9gujarati) February 21, 2023
આ અગાઉ મહેસાણા ટી.બી રોડ પર આવેલ સ્નેહકુંજ સોસાયટીમાં બની હતી. પોતાના ઘર આગળ રમતી એક નવ વર્ષની બાળકીને કૂતરાને ટચલી આંગળીએ બચકુ ભરી લેતાં ગંભીર ઇજાથી લોહી નિકળવા લાગ્યુ હતુ. બાળકીના પિતા નોકરી અર્થે બહાર ગયા હતા. જેથી પાડોશીએ તાત્કાલી ધોરણે બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા,જ્યાં ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવી હતી.
આ અગાઉ પણ સુરતના ખજોદ વિસ્તારમાં એક સાથે ત્રણ શ્વાને 2 વર્ષની બાળકી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ હતું. જે પછી લોહીલુહાણ હાલતમાં બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 2 વર્ષની બાળકીને શ્વાને ભર્યા 40થી વધુ બચકા ભર્યા હોવાની માહિતી સામે આવી હતી. સુરતમાં રખડતા શ્વાનના આંતકથી શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. અગાઉ પણ શ્વાને બચકા ભર્યાની અનેક ઘટનાઓ સામે આવી હતી.
એક તરફ સુરત મનપા શ્વાનના ખસીકરણ પાછળ લાખો રુપિયાનો ધુમાડો કરી રહી હોવાનો દાવો છે. તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર શ્વાનનો ત્રાસ યથાવત રહ્યાનું જણાય છે. રાત્રે સૂતેલો ચાર વર્ષનો બાળક બાથરુમ જવા માટે ઉભો થતા જ રખડતા શ્વાનો તેને ખેંચી ગયો હતો. બાળક બાથરૂમ કરવા જતો હતો ત્યારે ચાર શ્વાને તેના પર હુમલો કર્યો હતો. બાળકના આખા શરીરે શ્વાને બચકા ભર્યા હતા જેમાં ઈજાગ્રસ્ત બાળકનું સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. તો 4 ફેબ્રુઆરીએ વેડ દરવાજા વિસ્તારમાં શાળાએ જઈ રહેલી બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો.