Mushroom : પહાડી વિસ્તારોમાં મળતી જડીબુટ્ટીઓ આરોગ્ય માટે મહત્વની માનવામાં આવે છે. આ સાથે પહાડી વિસ્તારોમાં ચોમાસા દરમિયાન મળતી મહત્વની ભાજીઓ અને મહત્વના શાક ખાવાની ગ્રામ્ય વિસ્તારના લોકોની એક અલગ પદ્ધતિ છે. જેમાં પારંપરિક રીતે પહાડી વિસ્તારમાં વસવાટ કરતા લોકો દર વર્ષે પહાડોમાં ઉગતા શાકભાજી અને વનસ્પતિઓ આરોગવા માટે ટેવાયેલા હોય છે.
આ પણ વાંચો : Navsari Video : મોડીરાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ, જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરાઇ
જેમાં નવસારી જિલ્લાના વાંસદા તથા ડાંગના આજુ બાજુના જંગલોમાં કુદરતી રીતે ઊગી નીકળતી મશરૂમ જેને આદિવાસી વિસ્તારોમાં વિસ્તાર પ્રમાણે અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારના આદિવાસી લોકોની ખાવાની અલગ અલગ પદ્ધતિઓ છે. જેના ફાયદાઓ હોય છે. જે હાલ ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર મોંઘા ભાવે વેચાતા જોવા મળે છે. 800 રૂપિયાથી લઈને 1 હજાર રૂપિયા કિલો મળતા મશરૂમ પાચનમાં હલકું અને ખાવામાં આરોગ્યપ્રદ માનવામાં આવે છે.
મશરૂમએ ફૂગનો એક પ્રકાર છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં ઊગી નીકળતું મશરૂમ એ કુદરતી તત્વોથી ભરપૂર માનવામાં આવે છે. જે બીમાર માણસને ખવડાવવામાં આવતું હોય છે અને ચોમાસાના દિવસોમાં મશરૂમ પચવામાં હલકું હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો જંગલમાંથી શોધીને આરોગતા હોય છે. ઓછી માત્રામાં મળતું હોવાના કારણે અને માગ વધુ હોવાથી બજારમાં તેની કિંમત વધુ છે.
દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના જંગલમાં મળતા મશરૂમને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લામાં આલ્બા, આળીમ, ઓલમી, ઓળમી જેવા નામોથી ઓળખવામાં આવે છેકુદરતી મશરૂમ ગ્રામ્ય વિસ્તારના જાણકાર લોકોને જ મળતું હોય છે. મોટાભાગે આ મશરૂમ દર વર્ષે ઉગે છે. પરંતુ એને ઊંડેથી ખોદીને કાઢી લેવામાં આવે તો ફરીથી નીકળતું નથી એટલે ફરીથી ઉગે એના માટે ઉપરથી જ તોડી લેવામાં આવતું હોય છે
વન વિભાગ દ્વારા પણ છેલ્લા કેટલાક સમયથી મશરૂમની વિવિધ જાતો બાબતે સંશોધનો કર્યા છે. જેમાં કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા પણ મશરૂમની ખેતીઓ કરવામાં આવે છે. ઘરોમાં ખેતી કરવાની પદ્ધતિઓ અપનાવી છે. જે પદ્ધતિના આધાર પર મોટા પાયે મશરૂમની ખેતી કરવામાં આવે છે. કુદરતી રીતે ઉગેલા અને ઘરમાં રાસાયણિક પદ્ધતિથી ઉગાડેલી મશરૂમમાં જમીન આસમાનનો ફરક હોય છે. કુદરતી રીતે ઉગેલું મશરૂમ પચવામાં હલકું અને વિવિધ પોષક તત્વોથી ભરપૂર હોય છે.
જેને આરોગવું આરોગ્ય પ્રદાન કરવામાં આવે છે. જ્યારે ઘરના ખેતરમાં કે વ્યાપારિક ધોરણે ઉગાડવામાં આવેલા મશરૂમની ગુણવત્તા કંઈક અલગ હોય છે. વ્યાપારિક ધોરણે ઉગાડેલા મશરૂમ સો રૂપિયા થી લઈને 200 રૂપિયા કિલો બજારમાં મળતું હોય છે અને એ સમગ્ર વર્ષ દરમિયાન મળે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારનું કુદરતી રીતે ઊગી નીકળેલું મશરૂમ માત્ર ચોમાસાની ઋતુમાં જ મળતું હોય છે. દક્ષિણ ગુજરાતમાં મોટે ભાગે વ્યાપારિક ધોરણે બટન મશરૂમ ઉગાડવામાં આવે છે જે સમગ્ર વર્ષ દરમિયાન મળતું હોય છે.
( વીથ ઈનપુટ – નિલેશ ગામીત )
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો