Navsari: કોરોનામાં બંધ થયેલી ટ્રેનો હજુ શરૂ ન થતાં લાખો મુસાફરોને રોજની હાલાકી

|

Apr 26, 2022 | 9:08 AM

નવસારી જિલ્લામાંથી સુરત, અંકલેશ્વર અને છેક મુંબઈ સુધી લાખોની સંખ્યામાં લોકો નોકરી માટે જાય છે. આ લોકો દૈનિક અપ-ડાઊન કરતા હોવાથી ટ્રેનની મુસાફરી સસ્તી અને સલામત રહે છે, પરંતુ નવસારીથી ઘણા રૂટો બંધ કરી દેવાયા છે.

કોરોના મહામારીમાં બંધ કરાયેલી નવસારીથી અન્ય રૂટની ટ્રેનો હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. મોટા પ્રમાણમાં ટ્રેનો બંધ હોવાના કારણે દૈનિક અપ-ડાઊન કરતો એક બહુ મોટો વર્ગ હાલાકી ભોગવી રહ્યો છે. નવસારી જિલ્લામાંથી સુરત, અંકલેશ્વર અને છેક મુંબઈ સુધી લાખોની સંખ્યામાં લોકો નોકરી માટે જાય છે. આ લોકો દૈનિક અપ-ડાઊન કરતા હોવાથી ટ્રેનની મુસાફરી સસ્તી અને સલામત રહે છે, પરંતુ નવસારીથી ઘણા રૂટો બંધ કરી દેવાયા છે જે રૂટો પર પુરતો ટ્રાફિક મળી રહેતો હતો. આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા અવાર-નવાર રેલવે વિભાગને રજૂઆત પણ કરવામાં આવી છે છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નથી.

હાલ નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો અપડાઉન કરવા માટે માત્ર એક ટ્રેન કાર્યરત છે જેમાં અંદાજિત 70 હજારથી વધુ લોકો રોજ સુરત અને અંકલેશ્વર જેવા શહેરોમાં રોજગારી અર્થે જાય છે, ત્યારે કોરોના હળવો થતાં હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ટ્રેનોને ફરી એકવાર રાબેતા મુજબ શરૂ કરવાની જરૂર દેખાઈ રહી છે. નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા રેલવે મંત્રાલયમાં અનેક પત્રવ્યવહાર દ્વારા જાણ કરવામાં આવી હતી. તેમ છતાં આજ દિવસ સુધી એ અંગે પણ કોઈ નક્કર કામગીરી નથી.

આ પણ વાંચોઃ Ahmedabad: ધર્માંતરણ કરાતું હોવાનાં આક્ષેપો બાદ અમરાઈવાડીમાં ચર્ચનું ડિમોલિશન કરાયું

આ પણ વાંચોઃ Rajkot: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનું મોટું નિવેદન, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં જ યોજાશે

Next Video