Navsari: માતાની મમતા અને પિતાની છત્રછાયા જમાનાની ભાગદોડમાં ક્યાંક ખોવાયા છે તેવી સ્થિતીમાં જીવતા નવસારીનો યુવાન 12 ધોરણમાં પહોંચ્યો. પરંતુ કોરોનાકાળે નાથ બનેલા ફોઈ ફુવાનો સહારો પણ છીનવી લેતા અનાથ બની ગયો છે. સમગ્ર જીવનચર્યા જાતે કરી 12માંની પરીક્ષાના (Board Exam) આંગણે ઉભો છે.
કહેવાય છે કે, માતાપિતાએ બાળકોના પાલન હાર હોય છે. પરંતુ અહીં નવસારીના વિજલપોરમાં એવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં એક વર્ષની વયે બલકે માતા-પિતા તો ગુમાવ્યા પરંતુ ત્યાર બાદ તેનું ભારણ પોષણ કરનાર એકમાત્ર આધાર સમા ફૂવા કોરોનાએ છીનવ્યા. તેમ છતાં આ અડગ મનના બાળકના દિલમાં રહેલી કલેકટર બનવાની ચાહના જ તેને મજબુત બનાવી રહી છે. આ સમગ્ર વાત છે નવસારીના વિજલપોરમાં રહેતા શિવમ શર્માની (Shivam Sharma) જે હાલમાં નાપાસ થવાની બીકે આત્મહત્યા કરી લેતા વિદ્યાર્થીઓ માટે એક ઉદાહરણ રૂપ બની ગયો છે.
તમામ પરિવારો આર્થિક કે સામાજિક રીતે કોઈકને કોઈક મુશ્કેલીમાં ચાલી રહ્યો હોય છે. પરંતુ વિજલપોરનો આ બાળક પોતાના પરિવારથી વિખુટો પડી ગયા છતાં મન હાર્યો નહી. આ વિદ્યાર્થીએ 1 વર્ષની ઉમરમાં પોતાની માતાને ગુમાવ્યાં બાદ એકમાત્ર આધાર તેના ફૂવાને પણ કોરોનાએ ઝપેટમાં લેતા પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હતું. જે બાદ પણ અડીખમ અને મક્કમ મનોબળ સાથે ધોરણ 12 સાયન્સની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. શિવમને 12 પાસ કરીને વધુ અભ્યાસ કરવો છે. સાથે જ તેને UPSC પાસ કરી કલેક્ટર બનવાની ઈચ્છા પણ તેણે વ્યક્ત કરી હતી. ટી.વી 9 એ કરેલી વાતચીતમાં શિવમે જણાવ્યું હતું કે, તેણે પોતાના પિતાને જોયા જ નથી, તો એક વર્ષની વયે મમ્મી પણ અવસાન પામતા તેના ફુવા તેને યુ.પીના રાયબરેલીથી 4 વર્ષની વયે તેને નવસારી લાવ્યા હતા. ત્યારથી ફુવા સાથે જીવતા શિવમનો સાથ દુઃખો એ છોડ્યો નહોતો.
વિજલપોરની નાની ઓરડીમાં રહેતો અને એકલતા સાથે જીવતો શિવમ લાખો લોકો માટે મોટીવેશન સમાન બની ગયો છે. જેની પ્રેરણા નાની નાની વાતને લય જિંદગી હારી જતા લોકોએ લેવી જરૂરી બની છે. આવા બાળકોની મદદે કોઇ આવશે કે કેમ કે ફક્ત શિક્ષણ શિક્ષણના નારા જ લગાવવામાં આવશે તે હવે જોવું રહ્યું.
આ પણ વાંચો : ખાદ્યતેલના ભાવમાં એક મહિનામાં અસહ્ય વધારો, ડબ્બા દીઠ 250 રૂપિયા જેટલો વધારો ઝીંકાતા પ્રજા પરેશાન
આ પણ વાંચો : ગુજરાત કથિત વનરક્ષક પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા