ગાંધીનગરના રૂપાલ ગામમાં વરદાયી માતાજીની નવરાત્રીના નવમાં દિવસે પલ્લી નિકળતી હોય છે. અને આ વર્ષે પણ પરંપરા જાળવી રાખવા નિયમોને આધિન માતાજીની પલ્લી નિકળશે. આ વખતે પલ્લીમાં માત્ર ગામના લોકોને જ લાભ મળશે. બહારના લોકોને પલ્લી યાત્રામાં પ્રવેશ નહિ મળે. જો કે મંદિરમાં રાબેતા મુજબ દર્શન થશે. તો આવતી કાલે રાત્રે 12 વાગ્યે ખાસ રથમાં નિયમોને આધીન પલ્લી નીકળશે.
જણાવી દઈએ કે બપોરે 12 વાગ્યે રથને વરદાયની મંદિર લાવવામાં આવશે. ગામના 27 ચકલામાં પલ્લી ફરશે. અને શનિવારે સવારે 6 વાગ્યે પલ્લીની પુર્ણાહુતી થશે. તેમજ કોરોનાને ધ્યાનમાં રાખીને પલ્લીમાં ધી ચડાવવાના રિવાજને બંધ રાખવાનું આ વર્ષે નક્કી કર્યું છે.
જણાવી દઈએ કે ખાસ નિયમોને આધીન આ પલ્લીમાં રાત્રે પોલીસ પણ સુરક્ષામાં રહેશે. તેમજ ગામના આગેવાનોના સાથ સહકાર સાથે નિયમોને આધીન સારી રીતે પલ્લીનો પર્વ પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Panchmahal: બાળકના આરોગ્ય સાથે ચેડા! સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીથી બાળકોના પરિજનોમાં રોષ
આ પણ વાંચો: SURAT : VNSGU યુનિવર્સિટી ગરબા વિવાદમાં ઉમરા પોલીસ સ્ટેશનના PI-PSIની બદલી, 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ