પરિવારના અને અંગત લોકો સાથે ખાનગી પ્લોટ કે ફાર્મમાં ગરબા થઇ શકશે કે નહીં? જાણો તમારા આ સવાલનો જવાબ

|

Oct 07, 2021 | 5:25 PM

Ahmedabad: નવરાત્રીમાં સરકારની ગાઈડ લઈને લઈને કેટલીક અસમંજસ પ્રવર્તી રહી છે. પ્રશ્ન છે કે ખાનગી પ્લોટ કે ફાર્મમાં ગરબા થઇ શકશે કે નહીં? ચાલો જાણીએ.

આજથી માતાજીના તહેવાર નવરાત્રીની (Navratri 2021) શરૂઆત તો થઇ રહી છે. પરંતુ સરકારની ગાઈડલાઇનને લઈને કેટલીક મૂંઝવણ પણ જોવા મળી રહી છે. ખેલૈયાઓમાં શેરી ગરબા અને 400 લોકો સાથે શેરી ગરબાની મંજૂરી આપ્યા બાદ ઉત્સાહ તો છે સાથે કેટલાક પ્રશ્નો પણ છે. આજથી નવરાત્રીની શરૂઆત સાથે સરકારની ગાઈડ લઈને લઈને કેટલીક અસમંજસ પ્રવર્તી રહી છે. પ્રશ્ન છે કે ખાનગી પ્લોટ કે ફાર્મમાં ગરબા (Private Garba) થઇ શકશે કે નહીં? સરકારે પાર્ટી પ્લોટ અને ક્લબોમાં ગરબા આયોજનની છૂટ નથી આપી. આવામાં પ્રશ્ન એ છે કે ખાનગી પ્લોટ કે ફાર્મમાં ગરબાનું આયોજન યોગ્ય ગણાશે કે નહીં.

આ બાબતે ગુજરાત પોલીસની સ્પષ્ટતા છે કે શેરી, સોસાયટી અને ફ્લેટમાં જ ગરબા થઇ શકશે. અને જો આ નિયમ ભંગ થશે તો તેના પર પોલીસ કાર્યવહી કરશે. એડિશનલ પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારીએ જણાવ્યું કે સરકારની ગાઈડ લાઈન અનુસાર શેરી, સોસાયટી અને ફ્લેટ વિસ્તારમાં જ ગરબા થઇ શકશે. આ સિવાય ખાનગી જગ્યા જેમ કે પાર્ટી પ્લોટ, હોટલ કે કોઈ પણ ખાનગી જગ્યાએ આયોજન કરી શકાશે નહીં. પરિવારના લોકો સાથે પણ કોઈ ખાનગી જગ્યાએ પણ આયોજન કરી શકાશે નહીં. અને જો જાહેરનામાંનો ભંગ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં વોચ માટે પોલીસ તૈયાર છે.

 

આ પણ વાંચો: રાજ્ય સરકારે જજના નિવાસ સ્થાને મોકલ્યું હતું ફાયર સેફ્ટીનું સોગંદનામું, હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી

આ પણ વાંચો: લો બોલો! બિલ્ડીંગ યુઝની પરમિશન વગર રાજ્યની 48 % હોસ્પિટલોનો ધમધમી રહ્યો છે ધંધો, સર્વેના આંકડા ચોંકાવનારા

Published On - 5:25 pm, Thu, 7 October 21

Next Video