લો બોલો! બિલ્ડીંગ યુઝની પરમિશન વગર રાજ્યની 48 % હોસ્પિટલોનો ધમધમી રહ્યો છે ધંધો, સર્વેના આંકડા ચોંકાવનારા

ગુજરાત રાજ્ય સરકારના સર્વેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. જેમાં રાજ્યની અડધો અડધ હોસ્પિટલ્સ પાસે બિલ્ડીંગ યુઝ પરમિશન નહિ હોવાની વાત જાણવા મળી છે છે.

રાજ્યમાં કાર્યરત હોસ્પિટલ્સ બાબતે મોટું સત્ય આવ્યું સામે. માહિતી અનુસાર રાજ્યની અડધો અડધ હોસ્પિટલ્સ પાસે બિલ્ડીંગ યુઝ પરમિશન નહિ હોવાની વાત સામે આવી છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં જેટલી હોસ્પિટલો છે તેમાંથી 48 % જેટલી હોસ્પિટલો પાસે BU પરમિશન નહીં હોવાની માહિતી બહાર આવી છે. એટલે કે અડધો અડધ હોસ્પિટલો બિલ્ડીંગ યુઝની પરમીશન વગર ધખધખી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલ  હોસ્પિટલ્સના સર્વેમાં આ ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

તમને જણાવી દઈએ કે શહેરી વિકાસ વિભાગના જોઈન્ટ સેક્રેટરી આર.એચ. વસાવાએ કરેલા સોગંદનામાંમાં આ માહિતી બહાર આવી છે. ત્યારે ફાયર સેફટીની noc ન હોય તેવી ઇમારતોના વીજળી, પાણીના કનેક્શન કાપવાના શરૂ કરાયા હોવાની વાત રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવી છે. રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારીના મુદ્દે થયેલી પિટિશનમાં અંગે થયેલી સુનાવણી દરમિયાન આ માહિતી બહાર આવી છે. જોવું રહ્યું કે BU પરમિશન વગર જ દર્દીઓના જીવ સાથે રમત રમતી આ હોસ્પિટલો પર ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે.

 

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબરના અંતમાં ગુજરાત આવશે, 31 ઓક્ટોબરે કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે

આ પણ વાંચો: ધો.1થી 5ની શાળાઓ શરૂ કરવા કમિટીની રચના કરાશે, કમિટીના રિપોર્ટ બાદ નિર્ણય લેવાશે : શિક્ષણ મંત્રી

Click on your DTH Provider to Add TV9 Gujarati