National Unity Day 2021: કેવડિયામાં સરદાર પટેલની 146 મી જન્મજયંતિની ઉજવણી, યોજાશે આ ખાસ કાર્યક્રમો
આજે સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતી નિમિતે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે. ચાલો જાણીએ આજના કાર્યક્રમો વિશે.
આજે અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ એવા સરદાર વલ્લભભાઇ પટેલની 146 મી (Sardar Patel 146th birth anniversary) જન્મ જ્યંતી છે. 31 ઓક્ટોબરએ વિશ્વની સૌથી ઉંચી અને ભારતીયોને ગર્વ કરાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે આજના વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવશે. રંગારંગ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વિશેષ હાજરી આપશે. સરદાર પટેલની વિશાળ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી અમિત શાહ રાષ્ટ્રીય એકતા દિવસની (National Unity Day 2021) પરેડમાં હાજરી આપશે અને સલામી ઝીલીને દેશના જવાનોનો ઉત્સાહ વધારશે.
આજના કાર્યક્રમો પર નજર કરીએ તો, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં દેશના તમામ રાજ્યોની પોલીસના જવાનો ભાગ લેશે. ખાસ અવસર પર એકતા પરેડ યોજશે. સાથે જ 2018 બાદ આંતરરાષ્ટ્રીય રમતોમાં મેડલ મેળવનાર 23 પોલીસ અધિકારીઓ પણ આ પરેડમાં ભાગ લેશે. તો રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની પરેડમાં 6 પ્લાટૂન જોડાશે. આ પરેડમાં 54 ફ્લેગ બેરર, એટલે કે BSF, CISF, ITBP, CRPF અને ગુજરાત પોલીસના જવાનો ભાગ લેશે. સાથે જ સંયુક્ત પોલીસ બેન્ડમાં BSF, CRPF અને રાજ્ય પોલીસના 76 સભ્યો ભાગ લેશે. તો ઓરિસ્સાના ગંજામના કલાકારો રાષ્ટ્રીય એકતાની થીમ પર સાંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કરશે.
આ પણ વાંચો: Ahmedabad: સિવિલ હોસ્પિટલના વર્ગ 4 ના કર્મચારીઓ આનંદો, આ એક નિર્ણયથી સુધારી ગઈ દિવાળી
આ પણ વાંચો: Ahmedabad: ફેરિયાઓ અને સ્ટ્રીટ વેન્ડર્સની દિવાળી સુધરી, સિક્યોરિટી વગર મળશે આટલા હજારની લોન, જાણો વિગત