Ahmedabad: ફેરિયાઓ અને સ્ટ્રીટ વેન્ડર્સની દિવાળી સુધરી, સિક્યોરિટી વગર મળશે આટલા હજારની લોન, જાણો વિગત
અમદાવાદમાં વેન્ડર કાર્ડ ધરાવતા ફેરિયાઓ અને નાના વેપારીઓની દિવાળી સુધરી જાય એવો નિર્ણય AMC એ લીધો છે. પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ હેઠળ ફેરિયાઓને 10 હજાર સુધીની લોન આપવામાં આવશે.
અમદાવાદના જે ફેરિયાઓ કે નાના વેપારીઓ પાસે વેન્ડર કાર્ડ હશે તેમના માટે એક સારા સમાચાર છે. પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ ફેરિયાઓને 10 હજાર સુધીની લોન આપવામાં આવશે. જી હા આ માટે AMC સ્ટ્રીટ વેન્ડરોને લોન આપવામાં મદદ કરશે. આ યોજના અંતર્ગત ફેરિયાઓ અને લારી ચલાવી ગુજરાન ચલાવતા લોકોને કોઈપણ પ્રકારની સિક્યુરિટી વિના જ 10 હજાર સુધીની લોન આપવામાં આવશે.
જણાવી દઈએ કે જે ફેરિયાઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ AMC માં રજીસ્ટર થયેલા છે તેમને આ લોનનો લાભ મળશે. જેમની પાસે વેન્ડર કાર્ડ નથી તેમને સ્થળ પર જ AMC દ્વારા નોંધણી કરવામાં આવશે. 62000 ફેરિયાઓને પીએમ સ્ટ્રીટ વેંડર્સ આત્મનિર્ભર નિધિ હેઠળ 10 હજારની લોન આપવાનો એએમસીએ લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ માટે 61,711 અરજીઓ આવી હતી. જેમાંથી 28 હજારથી વધુ ફેરિયાઓને 10 હજાર સુધીની લોન આપવામાં આવી છે. જ્યારે 30 હજારથી વધુ અરજીઓ પેન્ડિંગ છે.
તો આ જાહેરાતને લઈને સ્ટ્રીટ વેન્ડર્સ અને ફેરિયાઓ ખુશ છે. તેમજ સ્ટ્રીટ વેન્ડર્સ એસોસિએશને જણાવ્યું કે શહેરમાં 50 ટકા ફેરિયાઓ પાસે વેન્ડર્સ કાર્ડ નથી. વેન્ડર્સ કાર્ડ ન હોવાને કારણે લોન મળી શકતી નથી. દિવાળીના તહેવારને ધ્યાને રાખીને ફેરિયાઓને 10 હજારને બદલે 20થી 25 હજારની લોન આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: AHMEDABAD : દિલ્લી ચકલા પાસે આવેલા ઓઈલના ગોડાઉનમાં આગ, પોળ વિસ્તારમાં આગથી ફફડાટ
આ પણ વાંચો: અમદાવાદ : દિવાળી આવતા જ સક્રીય થયું આરોગ્ય વિભાગ, ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ફૂડ વિભાગનું ચેકિંગ