Narmada: અમિત શાહ કેવડિયામાં ટેન્ટ સિટી પહોંચ્યા, બે દિવસમાં બે કોન્ફરન્સમાં ભાગ લેશે

|

Jun 25, 2022 | 11:55 AM

તેઓ આજે અને આવતીકાલની વિભાગીય બેઠકોમાં ભાગ લેવા ગઈકાલે રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા. એરપોર્ટ સ્વાગત બાદ તેઓ સર્કિટ પહોંચ્યા હતા. જ્યાં રાત્રિ રોકાણ કર્યું હતું.

Narmada: અમિત શાહ કેવડિયામાં ટેન્ટ સિટી પહોંચ્યા, બે દિવસમાં બે કોન્ફરન્સમાં ભાગ લેશે
Amit Shah arrives at SoU Tent city

Follow us on

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે આવેલા ટેન્ટ સિટી (Tent city)  પહોંચ્યા છે. ટેન્ટ સિટી ખાતે કોંફરન્સમાં ભાગ લેવા માટે આવ્યા છે. કેવડિયા (Kevadiya)  હેલિપેડ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સર્કિટ હાઉસ જશે 11 થી 11.30માં ટેન્ટસિટી 1 ખાતે કોંફરન્સમાં ભાગ લેવા માટે જશે. તેઓ આજે અને આવતીકાલની વિભાગીય બેઠકોમાં ભાગ લેવા ગઈકાલે રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા. એરપોર્ટ સ્વાગત બાદ તેઓ સર્કિટ પહોંચ્યા હતા. જ્યાં રાત્રિ રોકાણ કર્યું હતું. આજે તેઓ કેવડિયામાં એકતાનગર ટેન્ટ સિટી-1 ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં ભાગ લેશે. બપોરે તેઓ ટ્રાયબલ કાફેમાં લંચ લેશે. જે બાદ ચિલ્ડ્રન ફૂડ અને ન્યુટ્રિશિયન પાર્કની મુલાકાત કરશે. અને સાંજે 5.20 કલાકે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. ત્યારબાદ રાતે વેલી ઓફ ફ્લાવર પાસે બનેલ ગ્લો ગાર્ડન જોવા માટે પણ જશે. રાત્રે તેઓ લેઝર શો નિહાળી યુનિટી ગ્લો ગાર્ડનની મુલાકાત લેશે. 26 મી એ રવિવારે સવારે ટેન્ટ સિટી ખાતે કન્સલ્ટેટિવ કમિટીની ફોરેન્સિક સાયન્સની બેઠકમાં સંબોધન કરશે. જેમાં ફોરેન્સ્ટિક સાયન્સ કેપેટીબિલિટી, સ્ટ્રેટનિંગ ટાઈમ બોન્ડ એન્ડ સાયન્ટિફિક ઇન્કવાયરી પર ચર્ચા કરાશે. નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીની કોન્ફરન્સની બેઠકમાં અલગ-અલગ રાજ્યોના 13 સાંસદો પણ ભાગ લઈ રહ્યા છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ સવારથી જ એકતા નગર પહોંચ્યા છે

બે દિવસીય સ્પોર્ટ્સ કોન્ફરન્સમાં ભાગ લેવા સીએમ કેવડીયા પહોંચ્યા છે. આ કોન્ફરન્સમાં સમગ્ર ભારતના 20 રાજ્યોનાં સ્પોર્ટ્સ મિનિસ્ટર ઉપસ્થિત છે. આજે સાંજે આ કોન્ફરન્સનું સમાપન થશે. કેન્દ્રીય સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં આ કોન્ફરન્સ યોજાઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

Next Article