સરદાર સરોવર ડેમમાંથી Narmada નદીમાં 5 લાખ ક્યુસેક પાણી છોડાયું, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા

|

Aug 17, 2022 | 8:01 PM

નર્મદા ડેમના(Narmada Dam) 23 દરવાજા 3.25 મીટર ખોલી 5,00,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે.જયારે રીવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇન મારફતે 44,638 ક્યુસેક નદીમાં છોડાયું છે.હાલ નર્મદા ડેમમાંથી કુલ જાવક 5,62,951 ક્યુસેક અને ડેમમાં લાઈવ સ્ટોકની સ્થિતિ 4474.6 MCM છે.

ગુજરાતની(Gujarat)  જીવાદોરી સમાન નર્મદા ડેમની(Narmada Dam)  જળ સપાટી વધતા ખેડૂતોને સિંચાઈના પાણી માટે મોટી રાહત થશે.સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.56 મીટર પર પહોંચી છે.જયારે પાણીની આવક 6,24,047 ક્યુસેક નોંધાઈ છે.ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા ડેમમાં પાણીની આવક વધી છે.નર્મદા ડેમના 23 દરવાજા 3.25 મીટર ખોલી 5,00,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે.જયારે રીવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇન મારફતે 44,638 ક્યુસેક નદીમાં છોડાયું છે.હાલ નર્મદા ડેમમાંથી કુલ જાવક 5,62,951 ક્યુસેક અને ડેમમાં લાઈવ સ્ટોકની સ્થિતિ 4474.6 MCM છે.

ગોલ્ડન બ્રિજ  પાસે નદીએ ભયજનક સપાટી વટાવી દીધી

ભરૂચ નજીક  નર્મદા નદીમાં સતત પાણીની આવક વધી રહી છે.ત્યારે ગોલ્ડન બ્રિજ  પાસે નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે, જ્યારે હાલ નદીની સપાટી 25 ફૂટે પહોંચી ગઇ છે. નદીમાં વધતા પાણીના પ્રમાણને લઇ તંત્ર એલર્ટ છે. ડેમની આસપાસના વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. નર્મદાના સરદાર સરોવર  ડેમમાંથી હજુ પણ પાણી છોડવામાં આવી રહ્યુ છે. અંકલેશ્વરમાં નર્મદાની જેટી ઉપર સામાન્ય લોકો માટે પ્રવેશબંધી પણ મૂકવામાં આવી છે. જે રીતે પાણી સતત આવી રહ્યુ છે તેને લઇ તંત્ર પણ કામગીરીમાં લાગી ગયું છે.

જોખમ વધે તો હજુ પણ વધુ લોકોનું સ્થળાંતર કરવું પડે તેમ છે

મળતી માહિતી અનુસાર અત્યાર સુધી 890થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.નદીની આસપાસના ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. તંત્ર આશ્રય સ્થાનોમાં વધારો કરી રહી છે. કારણ કે, જો જોખમ વધે તો હજુ પણ વધુ લોકોનું સ્થળાંતર કરવું પડે તેમ છે.ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાંથી પાણી 5 લાખ 62 હજાર ક્યુસેક પાણી છોડાયું છે જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થતા ગોરા ઘાટ ખાતે પગથિયા ડૂબી ગયા છે. ગોટરા ઘાટ પર રોજ સાંજે થતી નર્મદા મૈયાની આરતી હવે ઉપર ભારતી આશ્રમમાંથી કરવામાં આવે છે. આ સ્થળેથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો પણ સુંદર નજારો જોવા મળી રહ્યો છે. 11 કરોડ રૂપિયાના ખર્ચે 131 મીટર લાંબો અને 47 પહોળો ગોરા ઘાટ અને તેના પર સાંજે થતી નર્મદા આરતી સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

Published On - 8:00 pm, Wed, 17 August 22

Next Video