સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા ત્રણ દિવસમાં એક લાખ પ્રવાસીઓ આવવાની શક્યતા

|

Aug 28, 2021 | 8:05 PM

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના તમામ સ્થળોનાં બુકિંગ ફૂલ થઇ ગયા છે. જેમાં રોજના 30 થી 40 હજાર પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે.

ગુજરાત(Gujarat) માં જન્માષ્ટમીના તહેવારોની 3 દિવસની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity) જોવા માટે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના તમામ સ્થળોનાં બુકિંગ ફૂલ થઇ ગયા છે. જેમાં રોજના 30 થી 40 હજાર પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે.

ત્યારે કોરોનાની તકેદારીને લઇને તંત્ર ઉપર પણ મોટી જવાબદારી આવી પડી છે. કોરોનાની ત્રીજી લહેરનીઆશંકાને પગલે તંત્ર તો તકેદારી રાખી રહ્યું છે. જયારે પ્રવાસીઓ પણ કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે પ્રવાસન સ્થળનો આનંદ લઇ રહ્યા છે. આ ત્રણ દિવસની રજાઓમાં લગભગ 1 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવશે એવી શક્યતા સત્તાધીશોએ વ્યક્ત કરી છે.

નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રસારિત થતા લેસર શૉના સમયમાં ફેરફાર કરાયો છે. આ લેસર શૉ અત્યાર સુધી 8 કલાકે પ્રસારિત થતો હતો. જેના બદલે હવે લેસર શૉ 7-30 કલાકે પ્રસારિત થશે.

આ ઉપરાંત હાલ જ એફએમ રેડિયો 90ની શરુઆત થતા હવે પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાપ્રવાસ દરમિયાન મસ્ત મજાના ગીતો પણ સાંભળી શકશે. જેમાં આ વિસ્તારના સ્થાનિક યુવાનો રેડીયો જોકી બની પ્રવાસીઓને માહિતી પણ આપશે..ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટિ આજે વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. ત્યારે રેડીયો એફએમની સુવિધા સ્થાનિક લોકોની સાથે પ્રવાસીઓ માટે મનોરંજનનું સશક્ત માધ્યમ બનશે.

30 ઓગષ્ટના રોજ જન્માષ્ટમી પર્વ હોવાના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે પણ ખુલ્લું રાખવામાં આવ્યું છે. જ્યારે 31 ઓગસ્ટના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અન્ય તમામ પ્રોજેક્ટ બંધ રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ ઓનલાઈન બુક કરાવવાની રહેશે

આ પણ વાંચો : Exclusive Interview : કાબુલ એરપોર્ટ પર હુમલા બાદ તાલિબાનએ આપી પહેલી પ્રતિક્રિયા

આ પણ વાંચો : Perseverance rover : મંગળની માટી પૃથ્વી પર આવશે ! લાલ ગ્રહ પરના ખડકોમાંથી નમૂનાઓ એકત્રિત કરશે રોવર

Published On - 8:00 pm, Sat, 28 August 21

Next Video