Narmada ડેમની સપાટીમાં સતત વધારો, ઉપરવાસમાંથી પાણીની આવક

|

Sep 04, 2021 | 9:46 PM

નર્મદા ડેમની સપાટીમાં વધારો થતાં હાલ નર્મદા ડેમની જળ સપાટી 117.38 મીટર થઈ છે. તેમજ ઉપરવાસના પાવરહાઉસ ચાલુ કરાતા નર્મદા ડેમ માં નવાનીર ની આવક વધી છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે . જેમાં 6 કલાક માં 10 સેમી નો વધારો થયો છે. ડેમમાં હાલ ઉપરવાસમાંથી 18968 ક્યુસેક પાણીની આવક થઈ છે. જ્યારે પાણીની જાવક 4736 ક્યુસેક છે.

તેમજ નર્મદા ડેમની સપાટીમાં વધારો થતાં હાલ નર્મદા ડેમની જળ સપાટી 117.38 મીટર થઈ છે. તેમજ ઉપરવાસના પાવરહાઉસ ચાલુ કરાતા નર્મદા ડેમ માં નવાનીર ની આવક વધી છે. હાલ નર્મદા ડેમ માં 4543.78 MCM લાઈવ સ્ટોરેજ છે.

ગુજરાતમાં સતત ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના પગલે પીવાના પાણીની સમસ્યા ઘણા અંશે હળવી થઈ છે. આ સાથે રાજ્યનો સરેરાશ વરસાદ 49 ટકા થયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યના 13 તાલુકાઓમાં હજુ બે થી પાંચ ઈંચ જેટલો જ વરસાદ પડ્યો છે. જ્યારે હવામાન વિભાગે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરી છે.

ગુજરાત રાજ્યમાં ફરી વરસાદનું જોર ઘટ્યું છે. જેમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ સૌથી વધુ દ્વારકામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં માણાવદર, વંથલી અને ધાનેરામાં પણ દોઢ-દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 49.62 ટકા વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં સોલાર પાવર પ્રોજેક્ટની પોલિસીમાં ફેરફારથી રોકાણકારો કફોડી સ્થિતિમાં મુકાયા, સરકાર પાસે કરી આ માંગ

આ પણ વાંચો : Bharuch : વેલસ્પન કંપનીના કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બન્યું, 70 ગામના સરપંચોએ સમર્થન આપ્યું

Published On - 9:37 pm, Sat, 4 September 21

Next Video