Narmada: PM મોદી 31 ઓક્ટોબરે SOU ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે, કાર્યક્રમ પહેલા હેલિકોપ્ટર દ્વારા કરાયું રિહર્સલ

|

Oct 30, 2022 | 12:08 PM

નર્મદાના (Narmada) સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31મી ઓક્ટોબરે PM મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Narmada: PM મોદી 31 ઓક્ટોબરે SOU ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે, કાર્યક્રમ પહેલા હેલિકોપ્ટર દ્વારા કરાયું રિહર્સલ
Prime Minister Narendra Modi ( file photo)
Image Credit source: ફાઇલ તસવીર

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 3 દિવસ દરમિયાન તેઓ સભાઓ ગજવીને ઝંઝાવાતી પ્રચાર કરશે. સાથે સાથે કરોડોના વિકાસકાર્યોની ભેટ પણ આપશે. તો વડાપ્રધાન આવતીકાલે નર્મદામાં કેવડીયાની મુલાકાત લેશે. ત્યારે મળતી માહિતી પ્રમાણે વડા પ્રધાન મોદી SoU ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. પૂજા અર્ચના બાદ PM મોદી એકતા પરેડમાં ભાગ લેશે. ત્યારે PMના કાર્યક્રમ અગાઉ હેલિકોપ્ટર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યુ.હેલિકોપ્ટમાંથી સરદારની પ્રતિમા પર પુષ્પવર્ષા કરવામાં આવી.

નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31મી ઓક્ટોબરે PM મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં PM મોદી સૌપ્રથમ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરીને કાર્યક્રમની શરૂઆત કરાવશે. ત્યારબાદ એકતા પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ઉજવણી કરાશે.

રાષ્ટ્રીય એકતા પરેડમાં 8 પ્લાટૂન ભાગ લેશે. હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડીશા, તેલાંગણા પ્લાટૂન સહિત કેન્દ્રીય પોલીસ દળોના 54 ફ્લેગ બેરરનું પ્લાટૂન પરેડમાં જોડાશે. ત્રિપુરા, BSF અને NCCના પ્લાટૂન પણ પરેડમાં ભાગ લેશે. આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવનારા પોલીસ કર્મીઓ દ્વારા પણ પરેડ કરાશે. બેન્ડ પ્લાટૂનના પરફોર્મન્સ અને કેન્દ્રીય સશસ્ત્ર દળોની ઇવેન્ટ યોજાશે. ડોગ શો, કલરીપયટ્ટુ, વેપન્સ ડ્રીલ અને સ્કૂલ બેન્ડ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ગુજરાત સાંસ્કૃતિક વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. તેમજ એરફોર્સ દ્વારા પ્રથમવાર એકતા પરેડ દરમિયાન એર શોનું પ્રદર્શન કરવામાં આવશે.

દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
Rahu Dosh Signs : રાહુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?
IAS ને કોણ કરી શકે સસ્પેન્ડ ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા

પીએમ મોદી કેવડિયા એકતાનગરમાં બે નવા આકર્ષણોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે.. જેમાં એક છે મિયાવાકી ફોરેસ્ટ. કેવડિયામાં એકતા મોલની નજીક 2 એકર વિસ્તારમાં મિયાવાકી જંગલ વિકસાવવામાં આવ્યું છે. જેનું પીએમ મોદી લોકાર્પણ કરવાના છે. તો પીએમ મોદી કેવડિયા એકતાનગરમાં ભૂલ ભૂલૈયા ગાર્ડનનું લોકાર્પણ કરશે. આ ગાર્ડનને મેઝ ગાર્ડન પણ કહેવાય છે. આ મેઝ ગાર્ડન સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીની સામે 3 એકરમાં વિકસાવાયો છે. જેમાં પ્રવાસીઓને હકારાત્મક ઊર્જા મળી રહે તે હેતુથી શ્રીયંત્રના આકારમાં વિવિધ છોડ રોપાયા છે. અહીં અંદાજે 1 લાખ 80 હજાર જેટલા છોડ રોપાયા છે.

Next Article