Narmada : જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ

|

Aug 26, 2021 | 7:45 AM

હિરેન પટેલે ધમકીઓ આપી અવાર નવાર યુવતીની મરજી વિરુદ્ધ વડોદરાની અલગ અલગ હોટેલમાં દુષ્કાર્મ કર્યું હતું, સાથે સાથે યુવતીને પ્રેમ સંબંધ રાખવા માનસિક ત્રાસ આપી દબાણ કર્યું હતું.

Narmada : જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલે આદિવાસી યુવતીને લગ્ન અને નોકરીની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જોકે શિસ્તને વરેલી પાર્ટીના નેતા સામે દુષ્કર્મનો આરોપ લાગતા જ જિલ્લા ભાજપ પ્રમુખે હિરેન પટેલને તમામ હોદ્દાઓ પરથી દૂર કરાયો છે. મહત્વનું છે કે ભાજપ નેતાએ આદિવાસી યુવતીની મરજી વિરૂદ્ધ અંગત પળો માણી હતી.સાથે જ કોઇને કહેશે તો નગ્ન ફોટા અને વીડિયો વાયરલ કરી દેવાની પણ ધમકી આપી હતી. ત્યારે પોલીસે સમગ્ર મામલે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છેકે જિલ્લાના તિલકવાડાના એક નાનકડા ગામની 30 વર્ષની આદિવાસી યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન રાવજીભાઈ પટેલ વિરુદ્ધ આરોપ લગાવ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે યુવતી પોતે આદીવાસી હોવાનું હિરેન પટેલે જાણતો હતો. છતાં હિરેન પટેલે આદિવાસી યુવતીને લગ્ન કરવાની અને નોકરીની લાલચ આપી હતી.

હિરેન પટેલે ધમકીઓ આપી અવાર નવાર યુવતીની મરજી વિરુદ્ધ વડોદરાની અલગ અલગ હોટેલમાં દુષ્કાર્મ કર્યું હતું, સાથે સાથે યુવતીને પ્રેમ સંબંધ રાખવા માનસિક ત્રાસ આપી દબાણ કર્યું હતું.

હિરેન પટેલ વિરુદ્ધ આદિવાસી યુવતીએ દુષ્કાર્મની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે બાબતે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે ભાજપના ઉપપ્રમુખ પદ પર થી તાત્કાલિક અસરથી દૂર કરી દેતા ભાજપ પ્રમુખે પાર્ટીની શિસ્તતા અને મહિલા રક્ષણની બાબત પણ જાળવણી કરી છે.

Next Video