Narmada : તમે સ્વાદના ખટકારા લઈ રેકડીઓ પર જે ખોરાક આરોગો છો તે આરોગ્યપ્રદ છે? પાલિકાના સરપ્રાઈઝ ચેકિંગમાં આ હકીકત સામે આવી

|

Oct 14, 2023 | 11:04 AM

Narmada : રાજપીપળા(Rajpipla)માં રેંકડી ઉપર  અખાદ્ય ખોરાક પીરસવાના મામલા બાદ પાલિકાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. રાજપીપલા નગર પાલિકાની ટીમે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી 65 જેટલી રેંકડીધારકોનેઓને સ્વચ્છતા અને ગુણવત્તાના સંદર્ભમાં નોટિસ ફટકારી નિયમોનુ પાલન કરવા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અખાદ્ય ખોરાકના કારણે બીમારીઓ ફેલાવાનો ભય રહે છે.

Narmada : તમે સ્વાદના ખટકારા લઈ રેકડીઓ પર જે ખોરાક આરોગો છો તે આરોગ્યપ્રદ છે? પાલિકાના સરપ્રાઈઝ ચેકિંગમાં આ હકીકત સામે આવી

Follow us on

Narmada : રાજપીપળા(Rajpipla)માં રેંકડી ઉપર  અખાદ્ય ખોરાક પીરસવાના મામલા બાદ પાલિકાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. રાજપીપળા નગરપાલિકા(Rajpipla Nagar Palika)ની ટીમે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી 65 જેટલી રેંકડીધારકોનેઓને સ્વચ્છતા અને ગુણવત્તાના સંદર્ભમાં નોટિસ ફટકારી નિયમોનુ પાલન કરવા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અખાદ્ય ખોરાકના કારણે બીમારીઓ ફેલાવાનો ભય રહે છે. પાલિકાએ ચોમાસા બાદ રેકડીઓ ઉપર hygiene food મળે તે ઉપર ભાર મુક્યો છે.

આ પણ વાંચો : Surat માં ચેતવણીરૂપ કિસ્સો : ઘરમાં ચાર્જિંગમાં મૂકેલી E-bikeની બેટરીમાં Short Circuit બાદ Gas Cylinder ફાટતાં 4 લોકો દાઝી ગયા

સ્વચ્છ અને સ્વાસ્થ્ય માટે બિનહાનિકારક ખોરાક માટે માર્ગદર્શિકા બનાવાઈ

તમામ લારીઓ પર સ્વચ્છતા જાળવી જરૂરી સાથે શુદ્ધ ફિલ્ટર પાણીની વ્યવસ્થા, સ્વચ્છ ખોરાક ઢાંકીને રાખવા,ખાવાની વસ્તુ બનાવનારે હેન્ડ ગ્લોઝ પહેરવા,  માથે કેપ પહેરવી કે માથાના વાળ ખોરાક માં પડે નહિ તેવી વ્યવસ્થા રાખવા સૂચના અપાઈ છે.

આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video

ગ્રાહકો સ્વચ્છતા વચ્ચે ખોરાક આરોગી શકે તેવી વ્યવસ્થા કરવા આદેશ કરવામાં આવ્યો છે. પાલિકાની ટીમ ગમે ત્યારે ચેકિંગ કરશે અને સ્વચ્છતા ન જોવા મળે તો જેતે રેંકડી ધારકને દંડ સાથે લાયસન્સ પણ રદ કરવાની પણ ચીમકી આપી છે. નવરાત્રિની અને ત્યારબાદ દિવાળી પણ આવી રહી છે ત્યારે ખાણી પીણીની લારીઓ સાથે હોટેલોમાં નાસ્તાઓ ભોજન, અને મીઠાઈ ફરસાણ સહીત વસ્તુઓની માંગ વધશે. આ સમયે બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનું વેચાણ ન થાય તે ઉપર ભાર મુકાયો છે.

આ પણ વાંચો : Ahmedabad : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપની મેચ, દર્શકોની સુવિધા અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા રહેશે

લોકોના સ્વાસ્થયને અસર ન પડે તેવા પ્રયાસ

લોકોના સ્વાસ્થય સામે જોખમ ઉભું ન થાય તે જરૂરી છે. આ બાબતોને ધ્યાને રાખી પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠા પટેલ, પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને ઉપ પ્રમુખ દ્વારા નોટિસ મેળવનાર લારીગલ્લા ખાણી પીણી ની લારીધારકોને નોટિસ સાથે કાયદાપાલનની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત હોટલ, ધાબાઓ, ફરસાણ મીઠાઈની દુકાનોમાં જરૂર પડે સરપ્રાઈઝ ચેકીંગ કરવાની તૈયારી બતાવવામાં આવી છે. રસોડામાં સ્વચ્છતા ન જાળવનાર હોટલ સંચાલક સામે પાલિકા દંડ ફટકારશે.

 

Input Credit : Vishal Pathak, Narmada

 

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:06 am, Sat, 14 October 23

Next Article