
આ સિઝનમાં (Monsoon 2022) પ્રથમ વખત સરદાર સરોવર ડેમ (Narmada dam) છલકાયો થયો છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) શાસ્ત્રોક્ત વિધિ સાથે નર્મદા નીરના વધામણા કર્યા. હાલ નર્મદા ડેમમાં 1.92 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના 23 દરવાજા ખોલીને કુલ 1.60 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં (narmada river) છોડવામાં આવ્યું છે. મહત્વનુું છે કે નર્મદા ડેમ ગુજરાત માટે જીવાદોરી સમાન છે. ત્યારે આ વર્ષે ડેમ છલોછલ થવાથી ગુજરાતમાં (Gujarat) જળસકંટની સમસ્યા ઓછી જોવા મળશે.
ગુજરાતની જીવાદોરી ગણાતી સરદાર સરોવર નર્મદા યોજનાનું ખાતમુર્હત તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના હસ્તે પાંચ એપ્રિલ 1961ના રોજ કરવામાં આવ્યું હતું ત્યારે 17 સપ્ટેમ્બર 2017 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ નર્મદા ડેમ નું લોકર્પણ કર્યું હતું.ભારે વિવાદોનો સામનો કરી ચુકેલી બહુહેતુક સરદાર સરોવર નર્મદા યોજના દુનિયાની એક માત્ર એવી યોજના છે કે, જે 70 વર્ષે પૂર્ણ થઇ છે .વર્ષ 1946 થી નર્મદા યોજનાના સર્વે બાદ વર્ષ 2017 માં આ યોજના નું લોકાર્પણ થયું.
આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનો સારો એવો વરસાદ વરસ્યો છે. ઉપરાંત ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની સારી એવી આવક થઈ છે. મહત્વનું છે કે આ વર્ષે પ્રથમવાર 5 સપ્ટેમ્બરના રોજ ડેમનું જળસ્તર 137 મીટરે પહોંચ્યું હતું. તે સમયે સરદાર સરોવર ડેમમા 1 લાખ 1 હજાર 566 ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી અને ડેમના 5 દરવાજા ખોલીને 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
Published On - 8:48 am, Thu, 15 September 22