Narmada : લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી

|

Sep 06, 2021 | 6:07 PM

નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર અને તિલકવાડા સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે . જેમાં તિલકવાડા તાલુકામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે

ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડના દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર અને તિલકવાડા સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે . જેમાં તિલકવાડા તાલુકામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ નાંદોદ તાલુકામાં બે કલાક 1 મીમી વરસાદ નોંધાયો છે.

નર્મદા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના સારા વરસાદના પગલે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સપ્તાહમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે. જો કે શ્રાવણના છેલ્લા દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે સાબરકાંઠાના વિજયનગર પંથકમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો.તો અંબાજી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો જેથી જળાશયોની સપાટીમાં વધારો થયો. તો સાથે સુરત શહેરમાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. તેમજ જનજીવન પર પણ વ્યાપક અસર જોવા મળી છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટના ઉપલેટા અને ધોરાજી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો.તેમજ અમરેલીના લાઠીમાં પણ અવિરત વરસાદ વરસતા ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. તેમજ આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ પણ વાંચો : BHARUCH : MLA છોટુ વસાવાએ CMને લખ્યો પત્ર, જંગલની જમીન પર શક્તિશાળી લોકો દ્વારા અતિક્રમણનો આક્ષેપ કર્યો

આ પણ વાંચો : ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો, 28 ટકા મળશે મોંઘવારી ભથ્થું

Next Video