Gujarat weather: સુરતમાં કમોસમી વરસાદ, ભાવનગરમાં કરા, નાંદોદમાં વીજળી પડતા ઝાડ સળગ્યું, 14 માર્ચે આ જિલ્લાઓમાં માવઠાની શકયતા

|

Mar 14, 2023 | 12:00 AM

નર્મદા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો . જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો અને વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું હતું તેમજ નાંદોદના ચીખલીમાં વીજળી પડતા ઝાડ આગમાં બળ્યું હતું.

Gujarat weather: સુરતમાં કમોસમી વરસાદ, ભાવનગરમાં કરા, નાંદોદમાં વીજળી પડતા ઝાડ સળગ્યું, 14 માર્ચે આ જિલ્લાઓમાં માવઠાની શકયતા

Follow us on

હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતના સુરતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક  કમોસમી વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. સાંજથી જ કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યાર બાદ વરસાદની શરૂઆત થઈ હતી. સુરતના કતારગામ, ડભોલી, અમરોલી અને જહાંગીરપુરા વિસ્તારમાં કમોસમી વરસાદ થતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

નર્મદા જિલ્લામાં ઝાડ ઉપર પડી વીજળી

તો નર્મદા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો . જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો અને વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું હતું તેમજ નાંદોદના ચીખલીમાં વીજળી પડતા ઝાડ આગમાં બળ્યું હતું.

First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર

નવસારીમાં  વરસાદથી ચીકુના પાકમાં નુકસાનની ભીતિ

તો દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો હતો. જલાલપોર તાલુકાના મરોલી સહિત કાંઠા વિસ્તારમાં ગાજ વીજ સાથે કમોસમી  વરસાદ પડતા કેરી, ચીકુ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

 

 

 

ગુજરાતમાં હોળી ધુળેટીના તહેવારમાં  માવઠું થયું તોય વરસાદ જવાનું નામ નથી લઈ રહ્યો. ખેડૂતોના માવઠાંના મારમાંથી બેઠા થયા નથી ત્યાં તો ફરી હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અને તે પ્રમાણે કમોસમી વરસાદ શરૂ પણ થઈ ગયો છે.   ત્યારે એ જાણી  લઈએ કે રાજ્યમાં ક્યાં અને કયારે વરસાદ થઈ શકે છે.

  • 14 માર્ચે નર્મદા, તાપી, અમરેલી, રાજકોટ અને કચ્છમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે માવઠું થશે.
  • 15 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, અને કચ્છમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે માવઠું થશે.
  • જ્યારે 16 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી

વરસાદી માહોલથી ખેડૂતોની ચિંતામાં વધારો

આ તરફ વરસાદી આગાહીને પગલે ખેડૂતોની ચિંતા એટલે પણ વધી છે કેમ કે વિવિધ માર્કેટયાર્ડમાં ખેડૂતોનો માલ ખુલ્લામાં પડી રહ્યો છે રાજ્યમાં હાલમાં રવી પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો તેની લણણીમાં લાગી ગયા છે. આ સ્થિતિમાં માવઠું થવાથી ખેડૂતોને નુકસાન થઈ શકે છે. જેને જોતા ખેડૂતોને શાકભાજી અને બાગાયતી પાક ઉતારી લેવાની અને ખેત પેદાશો તેમજ ઘાસચારાને સલામત સ્થળે ખસેડી લેવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad: પર્યાવરણની જાળવણી માટે SVPI દ્વારા નવતર પ્રયોગ, 50 ટનથી વધુ પ્લાસ્ટિકનું થશે રિસાઇકલિંગ

Published On - 11:55 pm, Mon, 13 March 23

Next Article