AAPમાં ટિકિટનો કકળાટ ! નાંદોદ બેઠક પરથી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરતા કાર્યકરો રોષે ભરાયા,જુઓ VIDEO

|

Sep 09, 2022 | 1:18 PM

રાજપીપળામાં આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના (Aam Admi Party) કાર્યકરોએ જ તેમના ઉમેદવારનો હાયકારો બોલાવ્યો.

AAPમાં ટિકિટનો કકળાટ ! નાંદોદ બેઠક પરથી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરતા કાર્યકરો રોષે ભરાયા,જુઓ VIDEO
AAP Party

Follow us on

આમ આદમી પાર્ટીએ મોટાઉપાડે વિધાનસભા ચૂંટણીના (Gujarat Election 2022) ઉમેદવારોની જાહેરાત તો કરી દીધી,  પણ હવે શરૂ થઈ છે ટિકિટની ટકટક.. નાંદોદ (nandod) વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર પ્રફુલ વસાવાનો વિરોધ થયો છે.રાજપીપળામાં આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના (Aam Admi Party) કાર્યકરોએ જ તેમના ઉમેદવારનો હાયકારો બોલાવ્યો. કાર્યકરોનો આક્ષેપ છે કે તેમને વિશ્વાસમાં લીધા વિના ઉમેદવાર જાહેર કરી દેવાયા છે.કાર્યકરોએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા (Gopal italia)  અને ભાજપના (BJP) ઉમેદવાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને રોષ દર્શાવ્યો.

દિલ્હી બાદ AAP પાર્ટીનો ગુજરાતમાં મોટો વિવાદ

દિલ્હીનો લિકર વિવાદ (Delhi Controversy) શાંત નથી થયો ત્યાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવારનો મોટો વિવાદ સામે આવ્યો. બે દિવસ પહેલા ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર થયાના એક દિવસ બાદ જ આમ આદમી પાર્ટી વિવાદોમાં સંપડાઈ.વેજલપુરના જાહેર કરાયેલ આમ આદમી પાર્ટીના  ઉમેદવાર કલ્પેશ પટેલ (Kalpesh patel) ઉર્ફ ભોલા ભાઈને લઇ વિવાદ સર્જાય. કલ્પેશ પટેલના દારૂ પાર્ટી અને હુક્કા પાર્ટી કરતા વીડિયો અને ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા,જેને કારણે રાજકીય બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (gujarat election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે રાજકીય માહોલ પણ ગરમાયો છે.AAP ના ઉમેદવારના વ્યભિચારી ફોટો સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.ચૂંટણી પહેલા સ્વચ્છ છબીની છાપ ધરાવતી આમ આદમી પાર્ટીના ઉમેદવારની પાર્ટીને કારણે વિવાદોમાં ગરકાવ થઈ છે.

Next Article