Narmada : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની કોન્ફરન્સમાં ભાગ લેવા કેવડિયા પહોંચ્યા, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે

|

Aug 31, 2021 | 7:55 AM

કેન્દ્રીય મહિલા અને બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની 31 ઓગસ્ટની ટેન્ટસિટી ખાતે યોજાનાર કોન્ફરન્સ માટે કેવડિયા ખાતે પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી કેવડિયા ખાતે પહોંચ્યા બાદ સ્મૃતિ ઈરાનીએ રેડીઓ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

Narmada : કેન્દ્રીય મહિલા અને બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની 31 ઓગસ્ટની ટેન્ટસિટી ખાતે યોજાનાર કોન્ફરન્સ માટે કેવડિયા ખાતે પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી કેવડિયા ખાતે પહોંચ્યા બાદ સ્મૃતિ ઈરાનીએ રેડીઓ સ્ટેશનની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કની મુલાકાત લીધી હતી.

ત્યાં ગાઈડને તેમણે કહ્યું કે ગુજરાતી આવડે છે તો ગુજરાતીમાં વાત કરો. ન્યુટ્રીશન પાર્કની બે કલાકની મુલાકાત લીધી હતી. જેમાં સ્મૃતિ ઈરાની અને વિભાવરી બેન દવેએ ગામડામાં વર્ષો જૂની માખણ કાઢવાની જે જૂની પરંપરા હતી તેને નિહાળી હતી. આ ઉપરાંત તેમણે ન્યુટ્રીશન પાર્કમાં મુકવામાં આવેલી અલગઅલગ રમતોમાં પણ ભાગ લીધો હતો.

ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શો નિહાળ્યો હતો.અને ત્યાં મહિલા અને બાલ વિકાસની કોન્ફરન્સમાં આવનાર ડેલીગેટો સાથે વાતચીત કરી હતી. અને કહ્યું કે ગુજરાત મારી સાસરી છે અને હું ત્યાં આવી છું આગામી દિવસમાં કેવડિયાને ઇલેક્ટ્રિક વેહિકલ ઝોને જાહેર કર્યો છે. ત્યારે આજે સ્મૃતિ ઈરાનીએ સર્કિટ હાઉસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઇલેક્ટ્રિક વ્હિકલમાં મુસાફરી પણ કરી.

પ્રથમ વખત કેવડિયાના માર્ગો પર ઇલેક્ટ્રિક વ્હિકલ દોડાવવામાં આવ્યું. જેમાં સ્મૃતિ ઈરાનીએ મુસાફરી કરી મંગળવારે સવારે સૌથી પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. ત્યારબાદ વિશ્વની બાજુમાં ઔષધીય વનમાં વૃક્ષારોપણ કરશે. અને ત્યારબાદ કોન્ફરન્સમાં ભાગ લેશે.

 

આ પણ વાંચો : Navsari : ફળફળાદિ ચીકુના પાકમાં માખીઓનો ઉપદ્રવ વધ્યો, ખેડૂતોને નુકસાનની ભીતિ

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 31 ઓગસ્ટ: પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે

Published On - 7:10 am, Tue, 31 August 21

Next Video