Ahmedabad: હસ્તકલાને પ્રોત્સાહન, ટેકનોલોજી અને નવીનીકરણ જેવા મુદ્દાઓને લઈ યોજાયો ‘નૉ યોર વીવ’ સેમિનાર

|

Aug 09, 2023 | 8:42 AM

Ahmedabad: આઈટીસી નર્મદા દ્વારા ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ગુજરાતની સાથે મળી નો યોર વીવ વિષય પર વિચાર વિમર્શનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ખ્યાતનામ ટેક્સટાઈલ ઉદ્યોગ સાહસિક અને હેરિટેજ કન્ઝર્વેશનિસ્ટોથી માંડીને વણકરો, આર્ટ ક્યુરેટરો અને ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજો જોડાયા હતા.

Ahmedabad: હસ્તકલાને પ્રોત્સાહન, ટેકનોલોજી અને નવીનીકરણ જેવા મુદ્દાઓને લઈ યોજાયો નૉ યોર વીવ સેમિનાર

Follow us on

Ahmedabad: નેશનલ હેન્ડલૂમ ડે (રાષ્ટ્રીય હાથશાળ  દિવસ)ની ઉજવણી કરવા માટે આઇટીસી નર્મદાએ ક્રાફ્ટ કાઉન્સિલ ઑફ ગુજરાતની સાથે ભેગા મળીને ‘નૉ યોર વીવ’ વિષય પર વિચાર-વિમર્શનું આયોજન કર્યું.

પેનલમાં સામેલ ખ્યાતનામ ટેક્સટાઇલ ઉદ્યોગસાહસિકો અને હેરિટેજ કન્ઝર્વેશનિસ્ટોથી માંડીને વણકરો, આર્ટ ક્યુરેટરો અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના દિગ્ગજોએ ડીઝાઇનમાં નવીનીકરણ લાવવાથી અને ટેકનોલોજીને અપનાવવાથી પરંપરાગત હસ્તકલાઓને જાળવી રાખવામાં અને તેને લોકપ્રિય બનાવવામાં કેવી રીતે મદદ મળી શકે છે, તેની પર ચર્ચા કરી હતી.

 વર્ષ 2015થી  નેશનલ હેન્ડલુમ ડેની થાય છે ઉજવણી

વર્ષ 2015થી દર વર્ષે નેશનલ હેન્ડલૂમ ડે (રાષ્ટ્રીય હાથશાળ દિવસ)ની ઉજવણી કરવામાં આવે છે, કારણ કે વર્ષ 1905માં આ જ દિવસના રોજ સ્વદેશી ચળવળ શરૂ કરવામાં આવી હતી. ‘બંધેજ’ના સ્થાપક સુશ્રી અર્ચના શાહ આ પેનલ ચર્ચામાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

સીસીજીના ચેરપર્સન શિલ્પા પટેલએ જણાવ્યું હતું કે, “પરંપરાગત હસ્તકલાઓનું સંરક્ષણ કરવાની અને તેને પ્રોત્સાહન આપવાની આ યાત્રા પર આગળ વધતી વખતે આપણે આપણી સમક્ષ રહેલા પડકારોને સ્વીકારવા જોઇએ.

સતત પરિવર્તનશીલ આ વિશ્વમાં આપણાકલાકારો સામૂહિક ધોરણે ઉત્પાદિત થતાં ઉત્પાદનો અને આધુનિકતાના આકર્ષણો તરફથી સ્પર્ધાનો સામનો કરી રહ્યાં છે.. આપણાં હસ્તકલાઓના વારસાને સાચવી રાખવા માટે આપણે આપણી પરંપરાઓ સાથે જોડાયેલા રહીને નવીનીકરણ અને ટેકનોલોજીને અપનાવવા પડશે.

દેશના બીજા સૌથી મોટા રોજગાર સર્જનારા ઉદ્યોગ હાથશાળ અને હસ્તકલાના ક્ષેત્રમાં હિમાયત, દસ્તાવેજીકરણ અને ઉત્પાદનોનો વિકાસ કરવાની તાત્કાલિક જરૂરિયાત વર્તાઇ રહી છે.

‘નૉ યોર વીવ’ પેનલમાં વિવિધ વિષય પર ચર્ચા

આ પેનલમાં પરંપરાગત હસ્તકલાને વિવિધ પ્રક્રિયાઓમાં સામેલ કરીને તેને લોકપ્રિય બનાવવા જેવા વિવિધ વિષયો પર ચર્ચા થઇ હતી. હોસ્પિટાલિટી બ્રાન્ડ્સ દ્વારા આ સ્થાનિક હસ્તકલાઓને લોકપ્રિય બનાવવા અંગે પોતાના વિચારો રજૂ કરતા કીનન મેકીન્ઝીએ જણાવ્યું હતું કે, એક હોટલ વિવિધ પ્રદેશો, રાજ્યો અને દેશોમાંથી આવતાં લોકોને સેવા પૂરી પાડવામાં અને તેમની સાથે કોઈની કોઇ આંતરક્રિયા કરવામાં સતત સંકળાયેલી હોય છે, આવા સ્થળની મુલાકાત લેતી વખતે ખરેખર પ્રથમ છાપ ખૂબ સારી પડે છે.

અમદાવાદ અને ગુજરાતથી પરિચિત ના હોય તેવા અમારા પ્રશંસકો માટે હોટલ ખાતે રજૂ કરવામાં આવતાં ભોજન, કલા અને સંસ્કૃતિ તેના અંગેની વાતચીતને શરૂ કરવાના પ્રેરકબળ તો છે જ પરંતુ તેના સાથે-સાથે તે એક સૂક્ષ્મ ક્રિયાપ્રતિક્રિયા પણ છેડે, જેને તેઓ તેમની સાથે લઇને જાય છે. હસ્તકલાઓની આસપાસ આ સમાજ અને સંસ્કૃતિનો વિકાસ કેવી રીતે થયો તેની વાતો અંગે વધુને વધુ પ્રશંસકોને માહિતગાર કરી શકે છે અને તેમનેવધુ લોકપ્રિય બનાવી તથા તેમની માંગમાં વધારો કરી એક સક્ષમ અર્થતંત્રની રચના કરવામાં યોગદાન આપી શકે છે.’

આ પણ વાંચો : Ahmedabad: નર્મદા કેનાલના બ્રિજ પર પડેલા ગાબડા અંગે TV9ના અહેવાલ બાદ અધિકારીઓ થયા દોડતા, નર્મદા વિભાગની ટીમે મેળવ્યા NDT રિપોર્ટ

આ જ પ્રકારના દ્રષ્ટિકોણનો પડઘો પાડતાં આંચલ જૈનએ જણાવ્યું હતું કે, ‘કલા અને સંસ્કૃતિની સુંદરતા એ છે કે તે કાલાતીત હોય છે. જોકે, ઉત્ક્રાંતિ પણ એટલી જ મહત્ત્વપૂર્ણ હોય છે અને બદલાતા સમયમાં સુસંગત બની રહેવું પણ એટલું જ મહત્ત્વનું છે. ટેકનોલોજી એ ચોક્કસપણે હસ્તકલાને પૂરક છે. તેની પાછળનો વિચાર હસ્તકલાના આકાંશી મૂલ્યનું સર્જન કરવાનો, ઉત્પાદનોને ઇચ્છનીય બનાવવાનો તથા યુવા પેઢીઓમાં તેને લોકપ્રિય બનાવવાનો છે. આ મામલે ડીઝાઇન અને ટેકનોલોજી સંબંધિત નવીનીકરણો અનેકવિધ રીતે મદદરૂપ થઈ શકે તેમ છે.

નર્મદા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:57 pm, Tue, 8 August 23

Next Article