નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠક યોજાઈ, સરકારી લેણા વસુલાત, પેન્શન અને અરજી નિકાલ પર ભાર મુકવા કલેકટરે સૂચના આપી

|

Feb 19, 2024 | 12:33 PM

નર્મદા : જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારી લેણા વસુલાત, પેન્શન કેશ, સરકારી કચેરીમાં નાગરિકોની અરજી નિકાલ, લાંબા સમયના પડતર પ્રશ્નો અને પત્રોના નિકાલ ત્વરિત ધોરણે કરવા તાકિદ કરાઈ હતી. 

નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠક યોજાઈ, સરકારી લેણા વસુલાત, પેન્શન અને અરજી નિકાલ પર ભાર મુકવા કલેકટરે સૂચના આપી

Follow us on

નર્મદા : જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારી લેણા વસુલાત, પેન્શન કેશ, સરકારી કચેરીમાં નાગરિકોની અરજી નિકાલ, લાંબા સમયના પડતર પ્રશ્નો અને પત્રોના નિકાલ ત્વરિત ધોરણે કરવા તાકિદ કરાઈ હતી.

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરી સભાખંડમાં જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં રિવ્યું બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓએ હાજર રહી પડતર પ્રશ્નો અને નાગરિકોના પ્રશ્નો અંગે બેઠકમાં ચર્ચાવિચારણા અને સમસ્યાઓના નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં મુખ્યત્વે ભાગ-૧-૨ ના પ્રશ્નો રજૂ કરવામાં આવે છે જેમાં પદાધિકારીઓના પ્રશ્નો અને વિવિધ વિભાગોના ડેટા એન્ટ્રીના આધારે પડતર તુમાર નિકાલ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત પદાધિકારીઓ દ્વારા કોઈ પ્રશ્નો રજૂ ન કરાય તેવા સંજોગોમાં સરકારી કચેરી વેરા વસુલાત, પેન્શન કેશો તથા ૩ થી ૬ માસના પડતર પત્રો અંગેની પણ ચર્ચા સાથે પરિણામલક્ષી કામગીરી માટે હાકલ કરાઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

કર્મચારીના સી.આર. લેખન તેમજ નિવૃત્તિ લાભો અને જિલ્લાના નાગરિકોની રજૂઆત અંગેના પ્રશ્નોનું ઝડપી નિકાલ અને સંકલન એક-બીજા વિભાગો સાથે કરીને તેની જાણ કલેક્ટર કચેરીને કરવા ઉપર ભાર મૂક્યો હતો. અને જે સંકલન પત્રકો છે તેમાં ડેટા એન્ટ્રી અને આંકડાકીય વિગતોની ચકાસણી કરી લેવા જણાવ્યું હતું.

આ બેઠકમાં એસ.ટી. વિભાગની વસુલાત, આર.એન.બી ની વસુલાત, ભૂસ્તરશાસ્ત્રી ખાણ ખનિજ વિભાગના પ્રશ્નો રજૂ થયા હતા. જેનો ઝડપી નિકાલ કરવા જણાવ્યું હતું.

આ બેઠક બાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા અને રોડ સેફ્ટી અંગેની બેઠક પણ યોજાઈ હતી. જેમાં રોડ પર રખડતા પશુ નિયંત્રણ માર્ગ સલામતી અંગે લેવાના થતા પગલા રોડ ડાઈવરઝન – રિફ્લેક્ટર સાઈન બોર્ડ લગાવવા અંગે ચર્ચા, કાયદો વ્યવસ્થામાં અશાંત ધારો હથિયાર પડવાના અને બાકી પડતર પ્રશ્નો અંગે ચર્ચા અને ચાઈલ્ડ લેબર અંગેની બેઠકમાં ચર્ચા કરાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સૂંબે, નાયબ વન સંરક્ષક નિરજકુમારસહીત મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Input Credit : Vishal Pathak, Narmada

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article