ભડકાઉ ભાષણ આપવા મામલે ATSએ કરી મુફતી સલમાન અઝહરીની ધરપકડ, જુનાગઢમાં સભા દરમિયાન આપ્યું હતું ભડકાઉ ભાષણ

|

Feb 04, 2024 | 10:58 PM

જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા મામલે મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલામાન અઝહરીની મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ મહારાષ્ટ્ર પોલીસની મદદથી અઝહરીને ઝડપી પાડ્યો હતો. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી એટીએસએ અઝહરીની ધરપકડ કરી છે.

ઈસ્લામિક ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત એટીએસએ મુંબઈથી ધરપકડ કરી છે. જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા મામલે તેની ધરપકડ કરનવામાં આવી છે. આ મૌલાનાએ 31 જાન્યુઆરીએ જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યુ હતુ જે ઘણુ વીવાદી હતુ. આ ભાષણનો વીડિયો વાયરલ થયા બાદ જુનાગઢ પોલીસે અઝહરી સામે FIR નોંધી હતી. આ કાર્યક્રમ અંગે પોલીસને એવુ જણાવવામાં આવ્યુ હતુ કે આ ધાર્મિક કાર્યક્રમ છે જેમા મુફ્તી સલમાન અઝહરી તેમા હેટ સ્પીચ આપી હતી.

31 જાન્યુઆરીએ જુનાગઢમાં આપ્યુ હતુ હતુ ભડકાઉ ભાષણ

આ કાર્યક્રમમાં હેટ સ્પીચનો વીડિયો સામે આવ્યા બાદ કાર્યક્રમના આયોજક યુસુફ મલેક અને અઝીમ હબીબ સહિત મુફ્તી સલમાન અઝહરી પર કલમ 153એ, 505, 188, 114 અંતર્ગત FIR નોંધવામાં આવી અને યુસુફ અને હબીબની ધરપકડ કરી લેવામાં આવી. ત્યારબાદ મુફ્તી સલમાન અઝહરીની શોધખોળ હાથ ધરાઈ હતી. જેમા બાતમી મળી હતી કે તે મુંબઈના ઘાટકોપરમાં છે. જુનાગઢ એસપી અને સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એટીએસની ટીમે લોકેશન ટ્રેક કરી શનિવારે જ એક ટીમ મુંબઈ મોકલી મોકલી અને ત્યારૂબાદ રવિવારે બપોર બાદ અઝહરીની ગુજરાત પોલીસે ધરપકડ કરી હતી.

મુંબઈના ઘાટકોપરથી અઝહરીની કરાઈ ધરપકડ, મોડી રાત સુધીમાં લવાઈ શકે ગુજરાત

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં પણ કલાકો સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. રવિવાર બપોર બાદ અઝહરીને ગુજરાત પોલીસે અટકાયતમાં લીધો અને ઘાટકોપર પોલીસ સ્ટેશને તેની ધરપકડની કાર્યવાહી માટે લાવી હતી પરંતુ વાયુ વેગે આ ખબર ફેલાઈ ગઈ અને જોતજોતામાં મુસ્લિમ સમાજના ધાડે ધાડા ઘાટકોપર પોલીસ સ્ટેશન બહાર જમા થઈ ગયા. પોલીસ સ્ટેશન બહાર સેંકડો મુસ્લિમ સમાજના લોકો એક્ઠા થઈ ગયા હતા. કલાકોની પૂછપરછ બાદ આખરે તેની ધરપકડ કરાઈ હતી અને તેને મોડી રાત સુધીમાં ગુજરાત લાવવામાં આવે તેવી શક્યતા છે.

આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી

ધાર્મિક કાર્યક્રમના નામે લીધી હતી પરવાનગી

ગુજરાત ATSના સૂત્રોના જણાવ્યા મુજબ છે કે હજુ આ અંગે તપાસ ચાલી રહી છે. 2 લોકોની ડિસ્ટ્રીક્ટ એસપીએ FIR બાદ ધરપકડ કરી છે. મુફ્તીની તપાસ ચાલી રહી છે. જેમા તેમણે હેટ સ્પીચ શા માટે આપી, તેનો ઈરાદો શું હતુ, શું લોકોની ઉશ્કેરણી કરવાનો હતો કે માહોલ બગાડવાનો ઈરાદો હતો જેનાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે, આ તમામ પાસાઓ પર તેનુ પૂછપરછ ચાલી રહી છે.

આ પણ વાંચો : ગીર સોમનાથ: વિષમ વાતાવરણની ઘઉંના પાક પર ઘાતક અસર, સૂકારો અને ફુગ આવી જતા ખેડૂતો ચિંતિંત- વીડિયો

મૌલવીએ ધાર્મિક કાર્યક્રમની સ્પીચમાં આપ્યુ ભડકાઉ ભાષણ

મુસ્લિમ મૌલવીને એમ કહેતા સાંભળી શકાય છે કે, “કરબલાની છેલ્લી લડાઈ હજુ બાકી છે.” થોડીવાર માટેનુ આ મૌન છે ત્યારબાદ ફરી અવાજ ઉઠશે. આજે ભલે શ્વાનોનો સમય હોય આવતીકાલે આપણો યુગ હશે. પાછળથી તેઓએ “લબ્બૈક યા રસુલુલ્લાહ” અમે ઇસ્લામના પૈગંબરના આજ્ઞાકારી થવાનો આગ્રહ રાખીએ છીએ. ત્યાર બાદ ભીડે પણ તેનુ પુનરાવર્તન કર્યુ હતુ

Input Credit- Yunus Gazi 

મહારાષ્ટ્ર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:54 pm, Sun, 4 February 24

Next Article