Rajkot: એરપોર્ટ પર કોરોના ચેકિંગના કડવા અનુભવ બાદ સાંસદ રામ મોકરિયાની સિવિલ મુલાકાત, જાણો વિગત

|

Dec 05, 2021 | 6:50 PM

Rajkot: રાજ્યમાં નવા વેરિએન્ટની એન્ટ્રી થઇ ગઈ છે. ત્યારે MP રામ મોકરિયાએ રાજકોટ સિવિલની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમણે આરોગ્ય તંત્રના કામનું નિરીક્ષણ કર્યું હતું.

Rajkot: શહેરમાં સાંસદ રામ મોકરિયાએ (Ram Mokariya) સિવિલ હોસ્પિટલની (Civil Hospital Rajkot) ઓચિંતી મુલાકાત લીધી હતી. એક તરફ કોરોનાના નવા વેરિએન્ટનો ભય વધી રહ્યો છે ત્યારે રામ મોકરિયાએ આરોગ્ય તંત્ર કેટલું સજ્જ છે એ વિશે ચકાસણી કરી હતી. તો હોસ્પિટલમાં બેડ, દવાનો જથ્થા અને ઓક્સિજન પ્લાન્ટ અંગે તેમણે માહિતી મેળવી હતી. સાથે જ હોસ્પિટલમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા પણ રામ મોકરિયાએ કરી હતી.

જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોનાના (Corona) નવા વેરિયન્ટ ઓમિક્રોનની (Omicron Varient) એન્ટ્રી થઈ ગઈ છે. નવા વેરિયન્ટને લઈને સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે રાજકોટ પહોંચેલા રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ કહ્યું, ઓમિક્રોનને લઈને આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય તપાસ થઈ રહી નથી. તેમણે કહ્યું, હું એરપોર્ટ પરથી આવ્યો ત્યારે કેનેડાના એક મુસાફર મારી બાજુમાં બેઠા હતા, કોઇએ આ મુસાફરનું ચેકિંગ કર્યું નથી.

બીજી તરફ સાંસદ રામ મોકરિયાએ ઉઠાવેલા સવાલ પર અધિકારીઓએ ખુલાસો કર્યો છે. અધિકારીઓએ કેનેડાથી આવેલા મુસાફરનું દિલ્લી ખાતે ટેસ્ટીંગ થઇ ગયું હોવાનો ખુલાસો કર્યો. અધિકારીઓનું કહેવું છે કે, મુંબઈ-દિલ્લીથી આવતી ઇન્ટરનેશનલ ફલાઇટમાં એરપોર્ટ પર જ ટેસ્ટીંગ કરવામાં આવે છે.

 

આ પણ વાંચો: Vadodara: સુરસાગરમાં બોટિંગ સેવા શરૂ કરવાની તૈયારી, ‘જાગૃત નાગરિક’ સંસ્થાએ 1993ની ઘટના ટાંકીને કર્યો વિરોધ

આ પણ વાંચો: VADODARA : સાવલીની સગીરા પર દુષ્કર્મ કરનાર વિધર્મી યુવકને LCBએ ઝડપી પાડ્યો

Next Video