Mothers Day: વડોદરાની SSG હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મધર્સ ડેની અનોખી ઉજવણી કરાઈ
Mother's Day

Follow us on

Mother’s Day: વડોદરાની SSG હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મધર્સ ડેની અનોખી ઉજવણી કરાઈ

| Updated on: May 09, 2021 | 4:49 PM

હોસ્પિટલના ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફે દર્દીઓ સાથે મળીને ઉજવણી કરી. મહિલા દર્દીઓને ગુલાબનું ફૂલ ભેટમાં આપવામાં આવ્યું, જેથી કોરોના સામે લડવામાં તેમની હિંમત પણ વધે.

વડોદરામાં મધર્ડ ડેની અનોખી રીતે ઉજવણી કરાઈ. વડોદરાની SSG હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મધર્સ ડેની ઉજવણી કરાઈ. હોસ્પિટલના ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફે દર્દીઓ સાથે મળીને ઉજવણી કરી. મહિલા દર્દીઓને ગુલાબનું ફૂલ ભેટમાં આપવામાં આવ્યું, જેથી કોરોના સામે લડવામાં તેમની હિંમત પણ વધે.

બીજી તરફ દર્દીઓએ પણ કોરોનાકાળમાં કામ કરતા હોસ્પિટલના યોદ્ધાઓ માટે પ્રાર્થના કરી. મહત્વનું છે કે, વડોદરામાં છેલ્લા 14 મહિનામાં અનેક માતાઓ સંક્રમિત થઈ છે, જેઓ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરતી હતી. 125 તબીબ, 70 નર્સિંગ સ્ટાફની બહેનો અને 30 જેટલી સર્વન્ટ અને સિક્યુરિટીમાં કામ કરતી અનેક માતાઓ સંક્રમિત થઈ છે.

અમેરિકામાં પહેલી વાર મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે એના જાર્વિસ નામની યુવતીએ તેની માતાનું સ્મારક બનાવ્યું અને તેને શ્રદ્ધાંજલિ આપી હતી. કારણ કે મૃત્યુ પહેલા તેની માતાની તે અંતિમ ઈચ્છા હતી. ત્યારબાદ એના જાર્વિસ એ તેની માતાના મૃત્યુના ત્રણ વર્ષ સુધી આ કરવાનું ચાલુ રાખ્યું અને તે પછી તેણે તમામ માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવણી શરૂ કરી. આ રીતે આ દિવસને અમેરિકામાં મધર્સ ડે તરીકે ઉજવવા લાગ્યા. વર્ષ 1941 માં એક ઘોષણા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને એવી જાહેરાત કરવામાં આવી કે, હવેથી દર વર્ષે મેના બીજા રવિવારને મધર્સ ડે તરીકે ઉજવવામાં આવશે.

મધર્સ ડેના દિવસે લોકો તેમની માતાને સન્માન અને આદર આપે છે. આ ઉપરાંત માતાને ગિફ્ટ આપવામાં આવે છે અને કેક કટીંગ પણ થાય છે. આ દિવસે માતા માટે કંઈક ખાસ આયોજન કરવામાં આવે છે. આમ તો દરેક દિવસ માતા માટે ખાસ જ હોય છે પરંતુ આ દિવસ માતા માટેના પ્રેમને વ્યક્ત કરવાનો દિવસ છે.