નવસારીમાં નલ સે જલ યોજનામાં બોગસ બિલ મુકી 9 કરોડથી વધુનું આચરાયુ કૌભાંડ, મંત્રી મુકેશ પટેલે વ્યક્ત કરી આશંકા, અન્ય વિભાગોમાં પણ ફેલાયેલુ છે કૌભાંડ

|

Jul 18, 2024 | 5:47 PM

નવસારીમાં પાણી પૂરવઠા વિભાગમાં બોગસ બિલ મુકી 9 કરોડથી વધુની ઉચાપત કરવામાં આવી છે. આ મુદ્દે કાર્યપાલક ઈજનેર સહિત 14 લોતો સામે CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાથી 5 અધિકારી અને 5 કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે.

લોકોને શુદ્ધ પિવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર મસમોટા ખર્ચા કરે છે. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ કેવી રીતે યોજનાનો સત્યાનાશ કરી નાખતા હોય છે તેનો નમૂનો નવસારી જિલ્લામાં સામે આવ્યો. જ્યાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને ઇજારદારોએ મળીને કરોડોનું કૌભાંડ આચર્યું. સરકારી સિસ્ટમમાં કેટલી હદે લાલિયાવાડી અને ભ્રષ્ટાચાર ચાલે છે તેનુ આ સૌથી તાજુ ઉદાહરણ છે. નવસારીમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને ઇજારદારો મળીને કરોડોનું કૌભાંડ આચર્યું હોવાની વિગતો સામે આવી છે.

બોગસ બિલ બનાવી 9 કરોડથી વધુની કરી ઉચાપત

આખા જિલ્લામાં પણી પુરવઠા વિભાગના અધિકારીઓએ ટેન્ડર બહાર પાડ્યા વગર ખોટી રીતે ટેન્ડરીંગ પ્રક્રિયા કરીને અનેક કામોના ખોટા બીલ મુકીને 9 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. ઉદાહરણ એક ગામનું લઈએ તો ગણદેવી તાલુકાના ગડત ગામના કુંભાર ફળિયમાં 6 લાખ રૂપિયા જેટલું મોટું કામ મંજૂર થયું હતું.પરંતુ tv9ની ટીમે જ્યારે ગામની મુલાકાત લીધી ત્યારે. ગામમાં માત્ર પાણીની ટાંકી હતી, ટાંકીનું પાણી લોકોના ઘર સુધી પહોંચ્યું નહતું.

5 અધિકારીઓ અને 5 કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠ

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના બંદર રોડ વિસ્તારમાં રહેતા શાહ પરિવારના ચાર લોકો કૌભાંડમાં સપડાયા છે. જ્યોતિષ સ્વીચ બોર્ડ નામની એજન્સી બનાવી અધિકારીઓ સાથે મેળાપીપણામાં કામો ન કરીને બિલો મૂકી 1 કરોડ 25 લાખ ઉપાડી લેવાની ઠગાઈની ઘટનાને પગલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પાણી કોભાંડી પરિવારના એક જ પરિવારના પિતા પુત્ર અને સાસુ વહુ પોલીસના સકંજામાં આવી ગયા છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

CID ક્રાઈમે 10 લોકોની કરી ધરપકડ

9 કરોડના આ કૌભાંડમાં પાંચ કરોડનું પાણી પુરવઠા કૌભાંડમાં અધિકારીઓ અને કામ કરનાર એજન્સીઓ પોલીસના સકંજામાં આવી ગઈ છે CID ક્રાઇમએ દસ લોકોની ધરપકડ કરી છે. નવસારી અને બીલીમોરા પાણી પુરવઠા ઓફિસમાં આચરવામાં આવેલા પાંચ કરોડના કૌભાંડમાં વિજિલન્સ તપાસ બાદ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં બીલીમોરા ઓફિસના ક્લાર્ક અને કર્મચારીઓએ કૌભાંડમાં મદદગારી કરી હોવાનું ખૂલ્યું છે.બીલીમોરાની બેન્કમાં ડિપોઝિટ પેટે મૂકવામાં આવતા રૂપિયા વટાવી લેવા માટે સરકારની મંજૂરી લીધા વગર એજન્સીઓને રૂપિયા પરત આપી દેવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે.

આખાય કૌભાંડમાં હજી પણ અનેક નવા ખુલાસાઓ થઈ શકે છે. હાલ CID ક્રાઈમ તપાસ કરી રહી છે ત્યારે જોવું રહ્યુ કે આવનારા દિવસોમાં તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને શું કોઈ ચોંકાવનારા ખુલાસા થાય છે કે કેમ

Input Credit- Nilesh Gamit- Navsari

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article