AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તહેવારો દરમિયાન દોડાવાશે 1200થી વધુ ST બસો, મુસાફરોએ ચૂકવવું પડશે 25 ટકા વધારે ભાડું

તહેવારો દરમિયાન દોડાવાશે 1200થી વધુ ST બસો, મુસાફરોએ ચૂકવવું પડશે 25 ટકા વધારે ભાડું

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 9:32 PM
Share

નોંધનીય છેકે તહેવારો દરમિયાન વતન જતા મુસાફરોની સંખ્યામાં મોટાપાયે વધારો થાય છે. ત્યારે લેભાગું ટ્રાવેલ્સ સંચાલકો તહેવારોની સિઝનમાં મુસાફરો પાસેથી મનફાવે તેમ ટિકિટોના ભાવ વસુલે છે. ત્યારે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાની નિર્ણયથી ખાનગી ટ્રાવેલ્સ બસોના ભાડા ચોક્કસ અંકુશમાં આવશે.

કોરોના નિયંત્રિત થતાં જ તમામ ક્ષેત્રો હવે અનલોક થઈ ગયા છે. આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે ગુજરાત વાહન વ્યવહાર વિભાગે લોકોને મુસાફરીમાં તકલીફ ન થાય તે માટે વધારાની એસટી બસો દોડાવાનું નક્કી કર્યું છે. જોકે તે માટે મુસાફરોએ 25 ટકા ભાડું વધુ ચૂકવવું પડશે. એસટી નિગમે આ વર્ષે પણ તહેવારને ધ્યાને રાખીને 1200 વધુ બસો દોડાવવાનું નક્કી કર્યું છે.

જેમાં સૌથી વધુ સુરત વિભાગની 1200 જયારે અમદાવાદ વિભાગની દૈનિક 150 બસો વધારાની દોડાવવામાં આવશે.. જેની શરૂઆત 29 ઓક્ટોબરથી થશે, જે 4 નવેમ્બર સુધી ચાલશે. અત્યાર સુધીમાં 300થી વધુ બસોનું બુકિંગ પણ થઈ ગયું છે. એસટી વિભાગના જણાવ્યા પ્રમાણે ખાનગી બસ સંચાલકો તહેવારોના સમયમાં ભાડા ડબલ કરી દેતા હોય છે. તેવા સમયે પ્રવાસીઓને અગવડતા ન પડે તે માટે તમામ વિભાગોને વધારાની બસો સિવાય જરૂર પડે પ્રવાસીઓની માગને જોતા બસની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપવામાં આવી છે.

નોંધનીય છેકે તહેવારો દરમિયાન વતન જતા મુસાફરોની સંખ્યામાં મોટાપાયે વધારો થાય છે. ત્યારે લેભાગું ટ્રાવેલ્સ સંચાલકો તહેવારોની સિઝનમાં મુસાફરો પાસેથી મનફાવે તેમ ટિકિટોના ભાવ વસુલે છે. ત્યારે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાની નિર્ણયથી ખાનગી ટ્રાવેલ્સ બસોના ભાડા ચોક્કસ અંકુશમાં આવશે.

આ પણ વાંચો : એક ઉધોગ સાહસિકની 16 વર્ષની તપસ્યા થકી સુરતને “ઓર્ગન ડોનેટ સીટી” ની ઓળખ મળી, દેશ-વિદેશમાં કુલ 870 લોકોને આપ્યું નવજીવન

આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 35 દિવસના ટુંકાગાળામાં 7 અંગદાનમાં સફળતા, 9 મહિનામાં 44 લોકોનો જીવ બચ્યો

g clip-path="url(#clip0_868_265)">