ગુજરાતની જનતાને AAPએ ચેતવ્યા, અરવિંદ કેજરીવાલે કહ્યુ ‘ભાજપને વધુ મોકો આપશો તો પાંચ વર્ષ ખરાબ થશે’

|

Aug 22, 2022 | 4:11 PM

અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. ગુજરાતની જનતાને આપે ચેતવતા કહ્યુ, 'ભાજપને વધુ મોકો આપશો તો પાંચ વર્ષ ખરાબ થશે.'

ગુજરાતની જનતાને AAPએ ચેતવ્યા, અરવિંદ કેજરીવાલે કહ્યુ ભાજપને વધુ મોકો આપશો તો પાંચ વર્ષ ખરાબ થશે
Arvind kejriwal gujarat visit

Follow us on

રાજ્યમાં હવે વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election) લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસ હવે વધવા લાગ્યા છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ જોરશોરથી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. CBIની કાર્યવાહી વચ્ચે દિલ્લીના CM કેજરીવાલ (CM Kejriwal) અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા (DY CM Manish Sisodia) આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, ‘ભાજપને વધુ મોકો આપશો તો પાંચ વર્ષ ખરાબ થશે.’ તો આ સાથે જ કેજરીવાલે ગુજરાતની જનતા અન્ય કેટલાક વચનોની પણ લ્હાણી કરી. સાથે જ મનિષ સિસોદિયા પર લાગેલા કેસ ખોટા ગણાવ્યા હતા.

દિલ્હીના સીએમ અને આપના વડા અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા આજે ગુજરાત પ્રવાસે છે. ત્યારે અમદાવાદ પહોંચતા જ તેમણે મીડિયા સમક્ષ ભાજપ સરકાર સામે પ્રહારો કર્યા હતા. અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર સામે નિશાન તાકીને કહ્યુ કે, ગુજરાતની જનતાએ હવે ભાજપને એકપણ મોકો આપવો ન જોઇએ. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે ‘ભાજપને વધુ મોકો આપશો તો પાંચ વર્ષ ખરાબ થશે’

આ સાથે જ અરવિંદ કેજરીવાલે જો ગુજરાતમાં આપ સરકાર આવશે તો તે ગુજરાતની જનતા માટે શું આપશે તેની ગેરંટી આપી હતી. અરવિંદ કેજરીવાલે પહેલી ગેરંટી સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આપી. ગુજરાતમાં રહેનારા દરેક વ્યક્તિની સારવાર નિ:શુલ્ક કરવામાં આવશે અને સારી સારવાર આપવામાં આવશે. દવા, ઓપરેશન, ઇલાજ તમામ વર્ગના લોકોનો નિ:શુલ્ક જ કરવામાં આવશે. સાથે જ દિલ્હીમાં જેવુ મોહલ્લા ક્લિનિકની યોજના છે. તેવી જ રીતે દરેક ગામમાં મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. શહેરમાં પણ દરેક વોર્ડમાં એક ક્લિનિક ખોલવામાં આવશે. સાથે જ દરેક સરકારી હોસ્પિટલને ખાનગી હોસ્પિટલની સરખામણીમાં સારુ બનાવવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

બીજી તરફ આપ નેતાઓએ જાહેરાત કરી કે, ગુજરાતમાં ખાલી પડેલી જગ્યા પર શિક્ષકોની ભરતી કરાશે. સાથે જ તેમણે જણાવ્યુ કે, ગુજરાતના બાળકોને પણ સારા શિક્ષણનો અધિકાર છે. જેથી દરેક બાળકને ફ્રી અને સારુ શિક્ષણ આપવામાં આવશે. ખાનગી શાળાઓ પણ વધુ શિક્ષણ ફી ન લઇ શકે તેવી વ્યવસ્થા કરવાનું પણ તેમણે જણાવ્યુ. સાથે જ કહ્યુ કે માત્ર શહેરોની જ નહીં પણ ગામડાઓની શાળાઓ પણ સારી બનાવવામાં આવશે.

મતદારોને રિઝવવા AAP નો પ્રયાસ

ગુજરાતના મતદારોને રિઝવવા આમ આદમી પાર્ટી એક બાદ એક ગેરંટી સ્કીમ આપી રહી છે. આ અગાઉ અરવિંદ કેજરીવાલ કચ્છની (kutch) મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન કેજરીવાલે ગુજરાતની સરકારી શાળાઓની સ્થિતિ દયનિય હોવાનું જણાવ્યુ અને ગુજરાતની શાળાઓને પણ દિલ્હીની શાળા જેવી બનાવવા જણાવ્યુ હતુ.

 

Published On - 3:10 pm, Mon, 22 August 22

Next Article