Morbi : પ્રાકૃતિક ખેતી માનવી અને જમીન બંનેનાં સ્વાસ્થ્ય માટે તેમજ ગાયોના સંવર્ધન માટે લાભદાયી : મુખ્યમંત્રી

|

Apr 11, 2022 | 5:45 PM

(CM) મુખ્યમંત્રીએ કહ્યું કે, હનુમાનજીએ માતૃશક્તિની સેવામાં વિરાટરૂપ ધારણ કરી લંકા જલાવી હતી તેથી ૧૦૮ ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા તેમના એ પરાક્રમનું પ્રતિક છે. મુખ્યમંત્રીએ કાર્યક્રમના પ્રારંભે શ્રીરામ કથાના વ્યાસાશન પર સ્થિત પોથીની આરતી ઉતારી તેનું પૂજન કર્યું હતું.

Morbi : પ્રાકૃતિક ખેતી માનવી અને જમીન બંનેનાં સ્વાસ્થ્ય માટે તેમજ ગાયોના સંવર્ધન માટે લાભદાયી : મુખ્યમંત્રી
Morbi: Natural farming is beneficial for both human and soil health as well as for cow breeding: CM

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું છે કે, પ્રાકૃતિક ખેતી (Natural farming)માનવી અને જમીન બંનેનાં સ્વાસ્થ્ય માટે તેમજ ગાયોના સંવર્ધન માટે લાભદાયી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાસાયણીક ખાતર અને દવાઓનો ઉપયોગ ટાળી પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ કરીએ. મોરબીના (Morbi) ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આયોજિત શ્રી રામ કથા અંતર્ગત ગૌ મહિમા સત્સંગ સભાને સંબોધન કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે પ્રાકૃતિક ખેતી અને ગૌ રક્ષણના માર્ગે ચાલવાનું આહ્વાન સૌને કર્યું હતું.મંત્રીએ વધુમાં કહ્યું કે, અલગ-અલગ સમાજ સમુદાય કે વ્યવસાય-વર્ગમાંથી આવતા આપણા સૌનો ધ્યેય એક જ છે. ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ સૌનુ લક્ષ્ય છે. આ લક્ષ્યની પ્રપ્તિ માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સહાયરૂપ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ ખોખરા હરિહર ધામ ખાતે ચાલી રહેલી શ્રી રામ કથાના વક્તાસંત શ્રી મહામંડલેશ્વરી પૂજ્ય મા કનકેશ્વરી દેવીજીને સમગ્ર ભારતનું નારી ગૌરવરત્ન ગણાવ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, માતૃશક્તિના કંઠેથી મર્યાદાપુરૂષોત્તમ શ્રીરામના જીવન ચરિત્રનું કથન અતિ કલ્યાણકારી છે.મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં શહિદવીર પરિવારજનોને ૧-૧ લાખ રૂપિયાની સહાય નિધિના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

ગૌશાળાના નિભાવ માટે રૂપિયા ૫૦૦ કરોડની બજેટમાં જોગવાઇ કરવા બદલ ગૌશાળા સંચાલકો, ગૌભક્તો તેમજ પાંજરાપોળ સંચાલકો દ્વારા મુખ્યમંત્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.ગૌ મહિમા સત્સંગ સભામાં નીજાનંદ સ્વામી મહારાજ, ચૈતન્ય શંભુ મહારાજ તથા અન્ય સંતો મહંતો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા. આ સભામાં રામકૃષ્ણાનંદજી મહારાજ, ગૌઋષિ દત્તશરણાનંદજી મહારાજ, મહંતશ્રી મુક્તાનંદજી બાપુ, કનીરામદાસ બાપુ, હરિહરાનંદભારતીજી મહારાજ, શેરનાથજી બાપુ, શ્રદ્ધાનંદજી મહારાજ સહિત મોટી સંખ્યામાં સંતો, મહંતો સમગ્ર ગુજરાતમાંથી ગૌશાળા, પાંજરાપોળના સંચાલકો, ગૌભક્તો તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પ્રસંગે રાજ્યના ઉદ્યોગમંત્રી જગદીશ વિશ્વકર્મા, ધારાસભ્ય લલીતભાઇ કગથરા, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશવિજયવર્ગીય, પૂર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા, સાંસદ સર્વે મોહનભાઇ કુંડારીયા, વિનોદભાઇ ચાવડા, પૂર્વ ધારાસભ્ય સર્વે કાંતિભાઇ અમૃતિયા, બાવનજીભાઇ મેતલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્‍લા કલેકટર જે.બી. પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, અગ્રણી સર્વે અજયભાઇ લોરીયા, રાધવજીભાઇ ગડારા, મગનભાઇ વડાવીયા વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

 

આ પણ વાંચો :પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાએ માછીમારોની પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું, સરકાર માછીમારોની કરી રહી છે અવગણના : મોઢવાડિયા

આ પણ વાંચો :IIT JAM 2022: IITના માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે JAM 2022 ફોર્મ બહાર પાડવામાં આવ્યું, જુઓ સંપૂર્ણ સમયપત્રક

Next Article