Ahmedabad : મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં સતત બીજા દિવસે હાઈકોર્ટમાં સુનાવણી, વળતર મામલે આપી શકે છે મહત્વના નિર્દશ

ન્યાય માટે મૃતકોના પરિજનો હાઇકોર્ટ પહોંચ્યા હતા.સરકાર દ્વારા અપાયેલા વળતર મામલે પરિજનોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. જેથી આજે વળતર મામલે પણ હાઈકોર્ટ મહત્વના નિર્દેશઆપી શકે છે.

Ahmedabad : મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં સતત બીજા દિવસે હાઈકોર્ટમાં સુનાવણી, વળતર મામલે આપી શકે છે મહત્વના નિર્દશ
| Edited By: | Updated on: Feb 21, 2023 | 9:31 AM

Morbi : મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં આજે સતત બીજા દિવસે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામં આવશે. ગઈકાલે રાજ્યના બ્રિજોની હાઇકોર્ટને માહિતી આપવામાં આવી હતી. મહત્વનું છે કે ન્યાય માટે મૃતકોના પરિજનો હાઇકોર્ટ પહોંચ્યા હતા.સરકાર દ્વારા અપાયેલા વળતર મામલે પરિજનોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. જેથી આજે વળતર મામલે પણ હાઈકોર્ટ મહત્વના નિર્દેશઆપી શકે છે.

મૃતકોનાં પરિવાર દ્વારા સોગંદનામુ રજુ કરવામાં આવ્યુ

મોરબી કેબલ બ્રિજ તૂટવા મામલે હાઇકોર્ટમાં મૃતકોનાં પરિવાર દ્વારા સોગંદનામુ રજુ કરવામાં આવ્યુ હતુ. જેમાં માત્ર 10 લાખ રુપિયા જ વળતર આપવા પર સરકાર ચૂપ કેમ છે તેવુ જણાવવામાં આવ્યુ છે. આપને જણાવી દઈએ કે, ઓક્ટોબરના અંતમાં મોરબીમાં બ્રિજ ધરાશાયી થઇ ગયો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા. ત્યારબાદ ઘટનાની ગંભીરતાને જોતા ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે સુઓમોટો અરજી દાખલ કરી હતી.

મહત્વનું છે કે મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ પૂર્વે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના 88 દિવસ બાદ ઓરેવા ગ્રુપના MD જયસુખ પર કાયદાનો સકંજો કસાયો હતો.135 લોકોનો ભોગ લેનાર મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું.મોરબી પોલીસે આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા.અત્યાર સુધી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં કુલ 9 લોકોને આરોપી બનાવાયા હતા.

Published On - 8:59 am, Tue, 21 February 23