
ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુનું પ્રમાણ વધતુ જઇ રહ્યુ છે. ખાસ કરીને ક્રિકેટ કે અન્ય કોઇ રમત રમતા યુવાઓના મોત થતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મોરબીના હળવદમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. ક્રિકેટ મેચની પ્રેક્ટિસ કરી રહેલા યુવા સરકારી કર્મચારીને હાર્ટ એટેક આવ્યો હતો. જે પછી તેનું મોત થયુ છે.
યુવાન, સ્વસ્થ જીવનશૈલી, હંમેશા એક્ટિવ રહેવાની ટેવ, સાદી ભાષામાં કહીએ તો નખમાં પણ રોગ ન હોય, તેવા લોકોનો એક દુશ્મન હમણાં થોડા સમયથી સામે આવ્યો છે. હૃદય રોગનો હુમલો અનેક યુવાઓનો જીવ લઇ રહ્યો છે. મોરબીમાં પણ આવો જ એક બનાવ બન્યો છે. જેમાં ક્રિકેટ મેચની પ્રેક્ટિસ કરી રહેલા યુવા સરકારી કર્મચારીને હાર્ટ એટેક આવ્યો હતો. જે પછી આ યુવાનનું મોત થયુ છે.
હળવદના આ મૃતકનું નામ અશોક કણઝારીયા હતું. તે મોરબી જિલ્લા પંચાયતમાં ગ્રામ સેવક તરીકે હળવદમાં ફરજ બજાવતો હતો. આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં યુવકે ભાગ લીધો હતો. મહત્વપૂર્ણ છે કે, હાર્ટ એટેકના જોખમને જોતા જિલ્લા તંત્રએ કર્મચારીઓના હિતમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રદ કરી છે અને જિલ્લા વિકાસ અધિકારીએ તમામ કર્મચારીઓને જરૂરી ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.
છેલ્લા 2 મહિનામાં આવીથી હાર્ટ એટેકથી અચાનક થતા મોતની સ્થિતિએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યુ છે. તદ્દન સામાન્ય જીવન જીવતા લોકો, તેમને કોઈ વ્યસન નથી. કોઈ બીમારી નથી. છતાં તેમને હાર્ટ એટેક આવી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં જ આવા એટલા કિસ્સા સામે આવ્યા છે કે, ચિંતા વધી રહી છે. જેમાં હસતાં-રમતાં-ડાન્સ કરતાં, પારિવારિક પ્રસંગમાં બેઠાં-બેઠાં જુવાનજોધ લોકોએ અચાનક જીવ ગુમાવી દીધો. ઘણા સમયથી સોશિયલ મીડિયા પર આવી ઘણી ઘટનાઓની તસવીરો અને વીડિયો વાઇરલ થઈ રહી છે, જે જોઈને યુવાનો પણ ચિંતિત બની ગયા છે.
નિષ્ણાતોનું માનીએ તો, જે લોકોને હાર્ટ એટેક આવે છે, તેમને લોહી ગંઠાવાનું શરૂ થાય છે. જ્યારે પણ કસરત અથવા રમત રમતી વખતે અતિશય ઉત્તેજનામાં વધારો થાય છે, ત્યારે લોહીના નાના નાના ક્લોટ લોહીમાં આગળ વધે છે. જો આ મગજ, ફેફસાં કે હૃદયનો રક્ત પુરવઠો બંધ કરી દે તો હૃદયરોગનો હુમલો આવે છે.
છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક જેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જ્યારે ધમનીમાં ગંઠાઈ જાય છે, ત્યારે તેને ધમની થ્રોમ્બોસિસ કહેવામાં આવે છે. આ ખૂબ જ ખતરનાક છે.