Breaking News : મોરબી મહાનગરપાલિકા પર ભાજપનો કબજો,52માંથી 28 બેઠક ભાજપે જીતી

મોરબી મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. 52માંથી 28 બેઠક પર ભાજપે જીતી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સાથે હજારો ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થવાનો છે.

Breaking News  : મોરબી મહાનગરપાલિકા પર ભાજપનો કબજો,52માંથી 28 બેઠક ભાજપે જીતી
| Updated on: May 05, 2026 | 4:03 PM

સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ચૂકી છે.મોરબી નગરપાલિકામાં ભાજપનો ભગવો લેહરાયો છે.52માંથી 28 બેઠક પર ભાજપે જીતી છે.
મોરબી મનપા વોર્ડ નંબર 2 ,7 અને 11 માં ભાજપ પેનલ વિજેતા થઈ છે.માળિયા મિયાણા તાલુકાની મોટા દહિસરા 1 બેઠક પર ભાજપ ઉમેદવાર વિજેતા થયા છે.
વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી માળિયા મિયાણા નગરપાલિકામાં ભાજપની એન્ટ્રી થઈ છે.

ભાજપનો ભગવો લહેરાયો

ટંકારા તાલુકા પંચાયતની નેસડા (ખા.)સીટ ઉપર ભાજપ ઉમેદવાર ગૌરીબેન રસિકભાઇ દેત્રોજાની જીત થઈ છે.કુલ 52 માંથી 32 બેઠકો પર ભાજપનો કબજોલ મેળવ્યો છે.મોરબી જિલ્લામાં કુલ 244 બેઠકો પર 672 ઉમેદવારો મેદાને હતા.મોરબી મનપા,ટંકારા નગરપાલિકા,માળિયા નગરપાલિકા,વાંકાનેર નગરપાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાય હતી.તમને જણાવી દઈએ કે, જ્યારે કાંતિલાલ અમૃતિયાએ મતદાન કર્યું હતુ.ત્યારે તેમણે ભાજપનો ભગવો લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ભાજપના નારાજ અપક્ષ ઉમેદવારો વિશે કાંતિ અમૃતિયાએ કહ્યું હતુ કે, “લોકો બહુ હોશિયાર છે મત અલેખે નહીં જાય”આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે.

રાજ્યભરમાં કુલ 9,297 બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં 25,579 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી 730 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થઈ શકે.

 

 

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: જુનાગઢ જિલ્લા પંચાયતમાં મોટો અપસેટ, પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની હાર અહી ક્લિક કરો

Published On - 11:51 am, Tue, 28 April 26

Follow Us