મોરબી દુર્ઘટનાને લઇને મોટા સમાચાર, ઝુલતા પુલ દુર્ઘટના અંગે પોલીસે એસઆઇટીની રચના કરી

|

Oct 31, 2022 | 12:05 AM

ગુજરાતના મોરબીમાં ઝૂલતો પૂલ તૂટતા દુર્ઘટના બની છે. જેમાં ઝૂલતો પૂલ તૂટતા અનેક લોકો પાણીમાં પડ્યા છે. જેમાં 60 થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 50 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્રણ દિવસ પહેલા ઝૂલતો પૂલ ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજ મચ્છુ નદી પર બાંધવામાં આવ્યો હતો. જેમાં ઝુલતા પુલ દુર્ઘટનાને લઇને પોલીસે એસઆઇટીની રચના કરી છે

મોરબી દુર્ઘટનાને લઇને મોટા સમાચાર, ઝુલતા પુલ દુર્ઘટના અંગે પોલીસે એસઆઇટીની રચના કરી
Morbi Bridge

Follow us on

ગુજરાતના મોરબીમાં ઝૂલતો પૂલ તૂટતા દુર્ઘટના બની છે. જેમાં ઝૂલતો પૂલ તૂટતા અનેક લોકો પાણીમાં પડ્યા છે. જેમાં 60 થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 50 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્રણ દિવસ પહેલા ઝૂલતો પૂલ ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજ મચ્છુ નદી પર બાંધવામાં આવ્યો હતો. જેમાં ઝુલતા પુલ દુર્ઘટનાને લઇને પોલીસે એસઆઇટીની રચના કરી છે. જો કે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનના રાખીને સીએમ ભૂપેન્દ્ર પટેલ કેવડીયા કોલોનીથી કાર્યક્રમ ટૂંકાવીને મોરબી જવા રવાના થયા છે. જ્યારે આ ઘટનાની તપાસ માટે પોલીસે એસઆઇટીની રચના કરી છે.

જ્યારે  ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. મોરબીમાં આજે સાંજે સાડા છ વાગ્યે ઝુલતો બ્રિજ ધરાશાયી થયો હતો. જયા 150 લોકો હાજર હતા. આ ઘટનામાં શહેરનું સમગ્ર તંત્ર માત્ર 15 મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. અત્યાર સુધીમાં આશરે 70 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

જ્યારે મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને કેન્દ્ર સરકારે બે -બે લાખની સહાય અને ઇજાગ્રસ્તને 50 હજાર સહાય જાહેર કરવામાં આવી છે. જ્યારે ગુજરાત સરકારે ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને ચાર- ચાર લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર સહાય જાહેર કરવામાં આવી છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ટ્વિટ કરીને કહ્યું છે કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.

મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી
Plant in pot : ઉનાળામાં ભૂલથી પણ આ ખાતરનો ઉપયોગ ન કરતા, છોડ સૂકાઈ શકે છે
Soft Healthy Hair: શું તમે નબળા અને ડ્રાય હેરથી પરેશાન છો? આ ફૂલનો કરો ઉપયોગ
Bitter Gourd Juice: દરરોજ સવારે કાચા કારેલાનું જ્યુસ પીવાથી થશે અનેક ફાયદા
ઘરના માટલામાં જ થઈ જશે Fridge જેવું ઠંડુ પાણી ! અજમાવો આ ટ્રિક

આ દરમ્યાન પીએમઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે પી એમ મોદીએ મોરબી દુર્ઘટના અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. તેમજ મોરબીની દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરી માટે તાત્કાલિક ટીમો મોકલવા તાકીદ કરી હતી. તેમજ પીએમ મોદીએ પરિસ્થિતિ પર નજીકથી અને સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે.

મોરબીમાં તૂટેલો ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારે જૂનો છે. આ પુલનું વર્ષ 1879માં ખાતમુહૂર્ત કરાયું હતું. 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ ખાતમુહૂર્ત થયું હતું. મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે પુલનુ ખાતમુહૂર્ત થયું હતું. ઝૂલતા પુલની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. જ્યારે હાલ 6 મહિના પહેલા સમારકામ માટે બ્રિજ બંધ કરાયો હતો. જ્યારે સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે બ્રિજ ખુલ્લો મુકાયો હતો. ઓરેવા ગ્રુપના MDએ ઝૂલતા પુલને ખુલ્લો મુક્યો હતો. જેમાં ઝુલતા પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે છે.

Published On - 9:50 pm, Sun, 30 October 22