Morbi: આંગડિયા પેઢીના કર્મચારીની કારમાંથી 40 લાખ રુપિયા લઇ ગઠિયો ફરાર, હળવદ પોલીસ દોડતી થઇ

|

Dec 22, 2021 | 5:59 PM

હળવદ પોલીસે સ્થળ પર પહોંચીને સીસીટીવી કેમરા તેમજ આસપાસ રહેતા લોકોની પુછપરછ હાથ ધરી છે અને ગઠિયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી(Morbi)ના હળવદમાં એક ગઠીયો નજર ચૂકવીને આંગડિયા પેઢીના કર્મચારીની કારમાંથી રૂપિયા 40 લાખ લઈને ફરાર થઇ ગયો છે. કારમાં ઓઈલ લીક થાય છે તેમ કહીને કારની પાછળની સીટમાંથી પૈસા લઈને ગઠીયો રફુચક્કર થઇ ગયો હતો. સમગ્ર મામલે હળવદ પોલીસ(Halwad police) ઘટના સ્થળે જઈ તપાસ(Investigation) હાથ ધરી છે.

 

કેવી રીતે થઇ રુપિયાની ઉઠાંતરી?

પીએમ આંગડિયા નામની પેઢીનો કર્મચારી કારમાં રુપિયા લઇને નીકળ્યો હતો. અચાનક એક વ્યક્તિએ આવીને તેને કહ્યુ હતુ કે કારમાંથી ઓઇલ લીક થઇ રહ્યુ છે. જેથી આંગડિયા પેઢીનો કર્મચારી તે ચેક કરવા માટે નીચે ઊતર્યો હતો. આંગડિયા પેઢીનો કર્મચારી ઓઇલ લીક થાય છે કે કેમ તે ચેક કરતો હતો તે દરમિયાન જ ગઠિયો કારની પાછળની સીટમાં મુકેલા રુપિયા ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયો હતો. આંગડિયા કર્મચારીને અચાનક જ રુપિયાની બેગ જોતા તે ગાયબ થઇ ગઇ હોવાની જાણ થઇ. જેથી તેને રુપિયાની ઉઠાંતરી થઇ હોવાનું માલુમ પડ્યુ. આંગડિયા પેઢીના કર્મચારીએ રુપિયાની ચોરી થઇ જતા તાત્કાલિક હળવદ પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

પોલીસ એક્શનમાં

હળવદ પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને સીસીટીવી કેમરા તેમજ આસપાસ રહેતા લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. ગઠિયો 40 લાખ રુપિયા લઇને કઇ દિશામાં ફરાર થઇ ગયો છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

 

Next Video