
Monsoon 2023 : રાજ્યમાં આગામી ત્રણ કલાકને લઈને વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે (Meteorological department) નાવ કાસ્ટ કરીને આગાહી જાહેર કરી છે. ગુજરાતમાં થન્ડરસ્ટોર્મ (Thunderstorm) એક્ટિવિટી સાથે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને દીવ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.
તો સાથે જ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, બોટાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદને લઇને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. નવસારી,વલસાડ,ડાંગ, જૂનાગઢ, અમરેલી માં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. ગીર સોમનાથ,ભાવનગર,ભરૂચ,સુરત, તાપી માં આજે ઓરેન્જ એલર્ટ અપાયુ છે. અમદાવાદ, આણંદ,વડોદરા, નર્મદા,બોટાદ, રાજકોટ, પોરબંદરમાં આજે યલો એલર્ટ છે. રેડ એલર્ટના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો યલો એલર્ટ આપેલા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો ચોમાસાના આરંભે જ મેઘરાજાએ ગુજરાતમાં ધુંઆધાર બેટિંગ શરુ કરી દીધી છે. જૂનના અંતિમ સપ્તાહમાં સમગ્ર ગુજરાતને વરસાદે ધમરોળ્યુ છે. ત્યારે હવે વરસાદ જુલાઇમાં પણ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવશે. આજે ગુજરાતમાં 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં મેઘમહેર થશે. તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને આણંદમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે.
ગુજરાતમાં આગાહી અનુસાર અનેક વિસ્તારમાં મેઘરાજા મહેબાન થઇ રહ્યા છે. વહેલી સવારથી જ ગુજરાતના અનેક તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. તો જૂનાગઢમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે જૂનાગઢમાં અનેક ગામોમાં પાણી ભરાયા છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:20 am, Sat, 1 July 23