ગુજરાત સરકારે રાજ્યના સરકારી અધિકારીયો અને કર્મચારિયોના સરકારી મોબાઈલ સિમકાર્ડ ને લઇ મોટો નિર્ણય કર્યો છે. હાલમાં રાજ્ય સરકારના કર્મચારીયો અને અધિકારીયોના મોબાઈલ નંબર માટે વોડાફોન આઈડીયા મોબાઈલ નેટવર્ક કપનીના સીમકાર્ડ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લગભગ દોઢેક દાયકા બાદ રાજ્ય સરકાર મોબાઈલ નેટવર્ક સર્વિસ માં ફેરફાર કરવા જઈ રહી છે. જે મુજબ સવાલ એ વાત નો થઇ રહયો છે કે તો હવે ક્લેકટર, SP, DDO, DySP અને નાયબ કલેકટર જેવા અધિકારીઓના નંબરોમાં ફેરફાર થશે? રાજ્ય સરકાર જે ફેરફાર કરવા જઈ રહી છે તેની શુ અસર થશે, તો આ વાતનો જવાબ અહીં બતાવીશું
આવો સવાલ થવાનુ કારણ એ છે કે અગાઉ રાજ્ય સરકારે પ્રથમ વાર મોબાઈલ સેવાની શરુઆત સરકારી અધિકારીઓ માટે કરી ત્યારે BSNL મોબાઈલ નેટવર્કના સીમકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ વોડાફોન કંપનીની સેવાની શરુઆત કરવામાં આવી હતી. એ સમયે સરકારે નવા નંબરો સાથે સેવાની શરુઆત કરી હતી અને જૂના નંબર બદલાઈ ગયા હતા. પરંતુ હવે સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આ અંગે પરિપત્ર તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તરફ કરવામાં આવ્યો છે. જેનો અમલ આગામી મહિનાની શરુઆત પહેલા થઈ જઈ શકે છે.
વોડાફોન કંપનીએ એક ચોક્કસ નંબરની સિરીઝ રાજય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ માટે શરુ કરી હતી. જે આજે પણ ઉપલબ્ધ છે. શરુઆતના પાંચ આકંડાની આ સિરીઝના નંબરો ધરાવતા સરકારી નંબરોની સેવામાં ફેરફાર થવા જઈ રહ્યો છે. પરંતુ આ વખતે એવુ નથી થવા જઈ રહ્યુ જે અગાઉ થયુ હતુ. રાજ્ય સરકાર JIO સેવા સાથે જોડાઈ રહી છે. જેમાં માત્ર નંબરની સર્વિસ બદલાશે પરંતુ નંબરો એના એજ રહેશે. એટલે કે અધિકારીઓનો એ જ નિયમીત સરકારી નંબર પર થશે, જે લગભગ દોઢેક દાયકાથી સેવામાં રહ્યા છે.
અધિકારીઓ અને કર્મચારીઓના નંબર એજ રહેશે, જે નિયમીત રીતે ઉપયોગમાં રહ્યા છે. સરકાર નંબરમાં કોઈ જ ફેરફાર કરવા જઈ રહી નથી, જે નંબરો વર્ષોથી ઉપયોગમાં છે. આમ લોકોને સર્વિસ બદલાવાથી આવી કોઈ જ સમસ્યા નહીં સર્જાય. પરંતુ હાલમાં એ પ્રકારે દાવા થઈ રહ્યા છે કે, નવી સર્વિસને લઈ અધિકારીઓના ફોન કવેરજ બહાર બોલતા સંભળાતા હતા એ સમસ્યામાં ઘટાડો થઈ શકે છે. ઈન્ટરનેટની સમસ્યાથી પરેશાની થતી હતી, એ દૂર થઈ શકે છે.
રાજય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને સરકાર દ્વારા સિમકાર્ડ આપવામાં આવે છે. આ માટે રાજ્ય સરકારનો અભિગમ વહિવટી કામકાજને સરળ બનાવવા માટે શરુ કરવામાં આવ્યુ હતુ. જિલ્લા અને તાલુકા સ્તરે નાગરીકોને માટે જે તે અધિકારીઓ માટેના એક જ નંબર રહેવાને લઈ સરળતાથી તેમનો સંપર્ક થઈ શકતો હોય છે. સરકારી અધિકારીઓની કચેરીએ ધક્કા ખાવાને બદલે રજૂઆત ટેલિફોનીક થઈ શકે છે. તેમજ અધિકારીની બદલી કે નિવૃત્તીના સંજોગોમાં પણ જેતે કચેરીના અધિકારીનો નંબર એક જ રહે છે. જેથી નાગરીકોને નંબર અપડેટ કરવાની જરુર રહેતી નથી.
સરકારી નંબર હોવાને લઈ અધિકારીઓને ખાસ જવાબદારી પણ બને છે. આ નંબર પર પ્રજાની રજૂઆતો સાંભળવાની હોય છે અને અવાર નવાર ફોન નહીં ઉપડવાથી ટેવાયેલા અધિકારીઓ અંગે સરકારને જાણ થવાના કિસ્સામાં ઠપકો પણ મળતો હોય છે. આમ સરકારી સિમકાર્ડને લઈ સરકાર અને નાગરીકોને વચ્ચે સંપર્કની ખૂબ જ સરળતા પેદા થતી હોય છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 4:49 pm, Wed, 10 May 23