Missed Call Campaign: શું કોરોનાનાં વધતા વ્યાપ વચ્ચે ભોગવવાનું પ્રજાના હિસ્સામાં જ ? શરૂ થઈ રહ્યો છે આવા જ વિષયો સાથેનો POLL અને જણાવો તમારા વિચારો

|

Mar 22, 2021 | 6:05 PM

Missed Call Campaign: ગુજરાતમાં કોરોનાંનો બીજો સ્ટ્રેન મજબુતાઈ પૂર્વક ચાલુ થયો છે અને રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જે તે સમયમાં દિવાળીનાં સમયકાળમાં અપાયેલી છૂટ અને થોડા રાજકીય મેળાવડાઓને લઈને કોરોનાનાં કેસમાં ઘણો વધારો નોંધાયો હતો.

Missed Call Campaign: શું કોરોનાનાં વધતા વ્યાપ વચ્ચે ભોગવવાનું પ્રજાના હિસ્સામાં જ ? શરૂ થઈ રહ્યો છે આવા જ વિષયો સાથેનો POLL અને જણાવો તમારા વિચારો

Follow us on

Missed Call Campaign: ગુજરાતમાં કોરોનાંનો બીજો સ્ટ્રેન મજબુતાઈ પૂર્વક ચાલુ થયો છે અને રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જે તે સમયમાં દિવાળીનાં સમયકાળમાં અપાયેલી છૂટ અને થોડા રાજકીય મેળાવડાઓને લઈને કોરોનાનાં કેસમાં ઘણો વધારો નોંધાયો હતો. જે તે સમયમાં પણ સરકાર દ્વારા પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા જેમાં નાના ધંધા રોજગાર કરનારાઓનો આક્રોશ ફાટી નિકળ્યો હતો અને હવે સમય ફરી એકવાર ફરીને એજ આવ્યો છે કે રાજ્યમાં હાલમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ તેનાં રાજકીય પરિણામો ભલે જે તે રાજકીય પાર્ટીઓનાં હિસ્સામાં ગયા હોય પણ કોરોના પોઝીટીવનાં કેસ અને રિઝલ્ટ જનતાનાં ફાળે વધારે ગયા છે.

રાજ્યમાં પાલિકા, કોર્પોરેશન અને તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ સમયે રાજકીય પાર્ટીઓ દ્વારા ભેગી કરવામાં આવેલી ભીડ પર કોઈનું નિયંત્રણ રહ્યું નહી. સ્વાગત અને ચૂંટણી પ્રચારની સભાઓમાં વગર માસ્કે નેતાઓએ પોતાની બહાદુરી દેખાડી દીધી અને અનેક નેતા તો સુપર સ્પ્રેડર જેવા પણ સાબિત થયા કે જેની ચપેટમાં અનેક નાના કાર્યકરો આવી ગયા. નેતાઓ અને રાજકીય પક્ષોની આ બધી કળામાં ફરી એકવાર ભોગવવાનો વારો જનતા અને નાના ઉધ્યમીઓ માટે આવ્યો છે. કોરોનાનાં વધતા સ્ટ્રેન વચ્ચે રાજયમાં બેફામ ગતિથી કોરોનાથી કેસ વધી રહ્યા છે. આ કેસ પર કાબુ મેળવવા માટે સરકારે 9 વાગ્યાથી સવારનાં 6 સુધી કરફ્યુ નાખી દીધો છે. સરકારનાં આ પગલાને લઈ જનતામાં સવાલ ઉઠી રહ્યા છે કે શું આ કોરોના જનતાને લઈ ફેલાઈ રહ્યો છે? શું જનતા જ સુપર સ્પ્રેડર છે? તમામ નિયમોનાં ધજાગરા ઉડાડનારા નેતાઓ પોતે સુખી થઈ ગયા પણ જનતાને પીંસાવાનો વારો આવ્યો છે. હવે આવનારા સમયમાં ગાંધીનગર પાલિકાનું ઈલેક્શન આવશે અને મોરવાહડફની પેટાચૂંટણી પણ આવી રહી છે ત્યારે સ્થિતિ જોવા જેવી રહેશે કે નેતાઓ કાબુમાં રહે છે કે કેમ?

આવા જ પ્રકારનાં મુદ્દાઓ અને સવાલોને લઈને TV9 ડિજીટલ પ્લેટફોર્મ પરથી અમે લઈને આવી રહ્યા છે Missed Call Campaign કે જેમાં અગર તમે સવાલનાં જવાબ સાથે સંમત હોવ તો આપવામાં આવેલા નંબર પર મિસ્ડ કોલ કરીને તમારો પ્રતિભાવ રજીસ્ટર્ડ કરાવી શકશો. આપનાં પ્રતિભાવોનાં આદારે કરવામાં આવેલો પોલ TV9 ડિજીટલ પ્લેટફોર્મ પર દર્શાવવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

જણાવી દઈએ કે રાજ્યમાં કોરોના વકરી રહ્યો છે ત્યારે ફરી એક વખત આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી તેજ કરવામાં આવી છે. અમદાવાદમાં આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાની વૅક્સીન આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાની પ્રક્રિયા હાલમાં ચાલું છે જેને પગલે સરકારી હોસ્પિટલો તેમજ અર્બન હેલ્થ સેન્ટર બહાર વડીલોની ભારે ભીડ જોવા મળી તો સુરતમાં કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા મનપાનો બહુપાંખીય વ્યૂહ જોવા મળ્યો. સુરતના કાપડ માર્કેટમાં મોટાપાયે ટેસ્ટિંગ ઝુંબેશ શરૂ કરાઈ. કાપડ માર્કેટના કામદારો, શાકભાજીના ફેરિયાઓનું મોટા પાયે ટેસ્ટિંગ કરાયું. વડોદરા શહેરમાં તમામ સરકારી હોસ્પિટલોમા દર્દીઓ માટે બેડની વ્યવસ્થા વધારી દેવામા આવી છે. હાલમાં શહેર 475 મેડિકલ સ્ટાફ તૈનાત છે અને વધુ 450ના સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે અને આગામી સમયમાં જરૂર પડે તો તેમને કામે લગાડવામાં આવશે. જ્યારે રાજકોટની કોવિડ હોસ્પિટલમાં મોતનો સિલસિલો યથાવત છે, કાતિલ કોરોનાએ હવે રાજકોટમાં પણ કેર મચાવ્યો છે, છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓના મોત સારવાર દરમિયાન થયા છે.

 

Published On - 6:01 pm, Mon, 22 March 21

Next Article