સાબરમતી નદીમાં છોડવામાં આવતા પાણીના રેકોર્ડમાં ગડબડ ચિંતાનો વિષય: ગુજરાત હાઈકોર્ટ

|

Oct 28, 2021 | 7:41 PM

Gujarat High Court: પીઆઈએલની સુનાવણી દરમિયાન નદીમાં પ્રદૂષણની તપાસ માટે રચાયેલી સમિતિના અહેવાલમાં આવી ગરબડ બહાર આવી હતી. આ સમિતિની રચના કોર્ટ દ્વારા કરવામાં આવી હતી. આ જ કમિટીએ રિપોર્ટ સોંપ્યો હતો.

સાબરમતી નદીમાં છોડવામાં આવતા પાણીના રેકોર્ડમાં ગડબડ ચિંતાનો વિષય: ગુજરાત હાઈકોર્ટ
Gujarat High Court

Follow us on

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) પ્રદૂષિત પાણીને સાફ કરતી STPની લેબના રેકોર્ડમાં ગરબડના મામલે આકરી ટીપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે આ ખૂબ જ ચિંતાજનક છે. તેમણે કહ્યું કે પ્રદૂષિત પાણી(Polluted Water)ને સાબરમતી નદીમાં છોડવામાં આવે તે પહેલાં તેને સાફ કરવા માટે સુએજ ટ્રીટમેન્ટ યુનિટ્સ (STP)ના લેબ રેકોર્ડમાં વિસંગતતા છે. તે જ સમયે કોર્ટે સ્થાનિક મ્યુનિસિપલ સંસ્થાને આ મામલાની તપાસ કરવા કહ્યું છે. જણાવી દઈએ કે કોર્ટે આ મામલે સ્વત: સંજ્ઞાન લીધું છે.

 

પીઆઈએલની સુનાવણી દરમિયાન નદીમાં પ્રદૂષણની તપાસ માટે રચાયેલી સમિતિના અહેવાલમાં આવી ગરબડ બહાર આવી હતી. આ સમિતિની રચના કોર્ટ દ્વારા કરવામાં આવી હતી. આ જ કમિટીએ રિપોર્ટ સોંપ્યો હતો. એક આદેશમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(Ahmadabad Nagar Nigam)ને તમામ STPની વૈજ્ઞાનિક કામગીરી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે સાબરમતી નદીમાં ગટરના ગંદા પાણીને ટ્રીટ કરવા માટેના માર્ગો શોધવા પણ કોર્ટે નિર્દેશ આપ્યો છે. કોર્ટે બુધવારે જારી કરેલા ઓનલાઈન આદેશમાં આ નિર્દેશ આપ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 

રિપોર્ટમાં વિસંગતતા ચિંતાનો વિષય છે

હાઈકોર્ટની બેન્ચે 21મી ઓક્ટોબરના રોજના તેના આદેશમાં કહ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એસટીપીની લેબ રેકોર્ડ સાથે ચેડા કરવા માટે દોષિત હોવાનું ખૂબ જ ચિંતાજનક છે. જણાવી દઈએ કે કોર્ટ એક સુઓ મોટો પીઆઈએલની સુનાવણી કરી રહી છે જે મીડિયા અહેવાલો પર આધારિત છે. જેમાં જણાવાયું છે કે પ્રદૂષિત પાણીને નિયત ધારાધોરણો મુજબ ટ્રીટમેન્ટ કર્યા વિના સાબરમતી નદીમાં છોડવામાં આવે છે.

 

પાણીને શુદ્ધ કરવા માટે બનાવવામાં આવેલી એસટીપીની લેબના રેકોર્ડની ગરબડ અંગે કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે આ બાબત ઘણી અયોગ્ય છે. આ સાથે સ્થાનિક મ્યુનિસિપલ બોડીને તેની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે કોર્ટ દ્વારા સાબરમતી નદીમાં ગટરના ગંદા પાણીને ટ્રીટ કરવાના માર્ગો શોધવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: Krishi Udan 2.0: શું છે કૃષિ ઉડાન 2.0 યોજના, કયા ખેડૂતોને મળશે તેનો ફાયદો, જાણો હવે સરકારની શું છે તૈયારી

 

આ પણ વાંચો: Aryan Khan Bail : શાહરૂખના લાડલાને જામીન મળતા સોશિયલ મીડિયા પર શુભેચ્છાનો વરસાદ

Next Article