Tender Today : ટયુબવેલ, કુવા સંપની મોટરપંપના રિપેરિંગ માટે ટેન્ડર જાહેર, જાણો કયા વિસ્તાર માટે છે આ ટેન્ડર

Mehsana News : ટયુબવેલ કુવા સંપમાંથી ચાલતી મોટરપંપ બગડે ત્યારે બહાર કાઢવા, રિપેરિંગ કરવા તથા ઉતારવાની કામગીરી માટે ટેન્ડર બહાર પડાયુ છે.

Tender Today : ટયુબવેલ, કુવા સંપની મોટરપંપના રિપેરિંગ માટે ટેન્ડર જાહેર, જાણો કયા વિસ્તાર માટે છે આ ટેન્ડર
| Edited By: | Updated on: Mar 16, 2023 | 12:36 PM

મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર નગર સેવા સદન દ્વારા એક ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. વિસનગર નગરપાલિકા હદ વિસ્તારમાં 12.5 H.Pથી 120. H.Pની ટયુબવેલ કુવા સંપમાંથી ચાલતી મોટરપંપ બગડે ત્યારે બહાર કાઢવા, રિપેરિંગ કરવા તથા ઉતારવાની કામગીરી માટે ટેન્ડર બહાર પડાયુ છે. સાથે જ એક્સીડેન્ટવાળા કેસોમાં ફસાયેલા મોટરપંપ કાઢવાની કામગીરી માટે પણ આ ટેન્ડર છે.

આ પણ વાંચો-Tender Today : AMC દ્વારા જીમ્નેશિયમને PPP મોડેલથી ચલાવવા ટેન્ડર જાહેર, જાણો અમદાવાદના કયા વિસ્તાર માટે છે આ ટેન્ડર

વિસનગર નગર સેવા સદનના મુખ્ય અધિકારી દ્વારા માન્ય શ્રેણીમાં નોંધણી કરાવેલા ઇજારદારો પાસેથી નગરપાલિકાના સ્વભંડોળ અંતર્ગત આ ટેન્ડર ઓનલાઇન મગાવવામાં આવ્યા છે. આ ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 સાંજે 6 કલાકની છે. તો રજીસ્ટર્ડ પોસ્ટ.એ.ડી/સ્પીડ પોસ્ટથી ફીઝીકલ સબમીશન માટેની છેલ્લી તારીખ 5 માર્ચ 2023 સાંજે 6 કલાક સુધીની છે.

આ ટેન્ડર તારીખ 5 માર્ચ 2023 સવારે 11 કલાકે ઓપન કરવામાં આવશે. આ ટેન્ડર અંગેની વધુ માહિતી વેબસાઇટ www.nprocure.com ઉપર જોઇ શકાશે.