Gujarat માં પાટીદાર યુવાનોના સંગઠન એસપીજીમા ભાગલા, લાલજી પટેલે કર્યો આ ખુલાસો

|

Jan 18, 2022 | 6:28 PM

ગુજરાતમાં પાટીદાર યુવાનોના એસપીજી ગ્રુપમાં ઘણા લાંબા સમય બાદ અંદરો અંદર વિખવાદ સર્જાયો છે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે પ્રેસ નોટ જાહેર કરીને ખુલાસો કરવાની ફરજ પડી છે

Gujarat માં પાટીદાર યુવાનોના સંગઠન એસપીજીમા ભાગલા, લાલજી પટેલે કર્યો આ ખુલાસો
Gujarat Patidar Group Spg Split (File Image)

Follow us on

ગુજરાતમાં(Gujarat)  પાટીદાર(Patidar)  યુવાનોના સંગઠન એસપીજીમાં(SPG)  પણ હવે ભાગલા પડયાની બાબત સામે આવી છે. જેમાં પાટીદાર અનામત આંદોલન સમયે સૌથી વધુ સક્રિય SPG અને પાસ હતું. જે પૈકી એસપીજી ગ્રુપમાં ઘણા લાંબા સમય બાદ અંદરો અંદર વિખવાદ સર્જાયો છે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે પ્રેસ નોટ જાહેર કરીને ખુલાસો કરવાની ફરજ પડી છે.આ સમગ્ર બાબત પર નજર કરીએ તો મહેસાણાથી સમગ્ર ગુજરાતમાં કાર્યરત એવા સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી ના અધ્યક્ષ લાલજી પટેલે આજે એક પ્રેસ નોટ જાહેર કરી છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, અત્યારેએસપીજી પરિવારના મેમ્બરોને તોડવા અને એસપીજી સંગઠન ને રાજકીય હાથો બનાવવા કેટલાક લોકો પ્રયત્ન કરી રહ્યા છે. અને સોશિયલ મીડિયામાં spg ના બનાવટી લેટર પેડ નો ઉપયોગ થઈ રહ્યો છે.

છેલ્લા બે વર્ષથી એસપીજી નુ લેટર પેડ નવું બનાવેલ છે સાથે એસપીજી હેડ ઓફિસ નો ઓફિશિયલ પણ જાહેર કરેલ છે. આ સિવાય કોઈપણ લેટર દ્વારા કોઈ પણ પ્રકારની મિટિંગ માટે કે કોઈપણ પ્રકારની અન્ય માંગણી કરવામાં આવે તો તેને માન્ય રાખવી નહી. તેમજ સોશિયલ મીડિયા મા દુરુપયોગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે .

એસપીજી લેટર પેડનો  દુરુપયોગ

આ ઉપરાંત લાલજી પટેલે ગત 27.12.2021 ના રોજ એસપીજી ના હોદ્દેદારોની મળેલ મિટિંગ મા લેવાયેલ નિર્ણયોનો લેટર પેડ પર મુદ્દા પણ જાહેર કર્યા હતા. મહેસાણા મુકામે ગુજરાત કક્ષા એ ચાલતા સરદાર પટેલ ગ્રુપ એટલે એસપીજી માં ભંગાણ સર્જાયું હોય એવી સ્થિતિ નું નિર્માણ થયું છે. એસપીજી લેટર પેડના દુરુપયોગ અને એસપીજી ઉપર અન્યનો કબ્જો જમાવવા ના વિવાદ ના પગલે પાટીદાર સમાજ માટે કામ કરતા પાટીદાર સમાજ ના આ ગ્રુપ માં ભાગલા પડયા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિ એ લાગી રહ્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વિધાનસભા ચુંટણી પહેલા પાટીદારોના ગ્રુપમાં ભાગલા 

જો કે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે સ્પષ્ટતા કરી છે અને હોદ્દા મેળવવા ચાલતી હરીફાઈ નું પરીણામ સામે આવ્યું છે. લેટર પેડ નો દુરુપયોગ થયા નો આક્ષેપ કરવા માં આવ્યો છે. તો બીજી તરફ એસપીજી માં ભાગલા પડ્યા હોવાની વાત ને ખુદ લાલજી પટેલે નકારી કાઢી છે. તો એસપીજી નો વિવાદ કયા કારણે સર્જાયો છે એ યક્ષ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ટુંકમાં આ મુદ્દે એવી ચર્ચા એ જોર પકડ્યું છે કે, વિધાનસભા ચુંટણી પહેલા પાટીદારોના ગ્રુપમાં પણ આગેવાનોના ભાગલા કોઈ રાજકીય રંગ દેખાડશે એ ચોક્કસ છે.

આ પણ વાંચો : સોખડા હરિધામમાં સંતોના હાથે માર ખાનાર અનુજ ચૌહાણ પોલીસ સમક્ષ હાજર થયો, જણાવી મારામારીની આખી ઘટના

આ પણ વાંચો : નર્મદે સર્વદે : ગુજરાત સરકારના નિર્ણયથી કચ્છના આટલા ગામમાં મળશે સિંચાઇ માટે નર્મદાના નીર

Published On - 6:24 pm, Tue, 18 January 22

Next Article