Railway news : મહેસાણા-પાટણ પેસેન્જર સ્પેશ્યિલ ટ્રેનનું ભીલડી સુધી વિસ્તરણ થતા મુસાફરોને થશે રાહત

|

May 01, 2023 | 12:39 PM

ટ્રેન નંબર 09481 મહેસાણા-ભીલડી સ્પેશ્યિલ 01 મે 2023ના રોજ મહેસાણાથી તેના નિર્ધારિત સમય 18:05 કલાકે પ્રસ્થાન કરી 20:30 કલાકે ભીલડી પહોંચશે.

Railway news : મહેસાણા-પાટણ પેસેન્જર સ્પેશ્યિલ ટ્રેનનું ભીલડી સુધી વિસ્તરણ થતા મુસાફરોને થશે રાહત

Follow us on

પશ્ચિમ રેલવે દ્વારા મહેસાણા અને પાટણના  મુસાફરો માટે ટ્રેન લંબાવવાની સુવિધા આપવામાં આવી છે.  મહેસાણા  અને પાટણના મુસાફરો માટે આનંદના સમાચાર છે કે મહેસાણા-પાટણ પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનનું ભીલડી સુધી વિસ્તરણ કરવામાં આવ્યું છે. આથી ટ્રેન નંબર 09483/84 મહેસાણા-પાટણ સ્પેશ્યલ ટ્રેન સુધારેલા સમય સાથે દરરોજ દોડાવવામાં આવશે, તેમજ અન્ય એક ટ્રેનને ભીલડી સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 09407/09408 પાટણ-ભીલડી-પાટણ સ્પેશ્યિલ  ટ્રેન 01 મે 2023થી ચલાવવામાં આવશે નહીં.
ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો: Railway News: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે 15 જોડી ટ્રેનમાં મળશે વધારાના કોચની સુવિધા

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 09481/09482 મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યિલ ટ્રેનને ભીલડી સુધી લંબાવવામાં આવી રહી છે.અને ટ્રેન નંબર 09483/09484 મહેસાણા-પાટણ-મહેસાણા વિશેષ ટ્રેન સુધારેલ સમય સાથે અઠવાડિયામાં 5 દિવસને બદલે દરરોજ દોડશે. જેની વિગતો આ પ્રમાણે છે.

ટ્રેન નંબર 09481 મહેસાણા-ભીલડી સ્પેશ્યિલ  01 મે 2023ના રોજ મહેસાણાથી તેના નિર્ધારિત સમય 18:05 કલાકે પ્રસ્થાન કરી 20:30 કલાકે ભીલડી પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09482 ભીલડી-મહેસાણા સ્પેશિયલ ટ્રેન 02 મે 2023થી ભીલડીથી 06.10 કલાકે ઉપડશે અને 08.25 કલાકે મહેસાણા પહોંચશે.

માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં ધિણોજ, સેલાવી, રણુંજ, સંખારી, પાટણ, ખલીપુર, કાંસા, વાયડ અને સિહોર સ્ટેશનો પર ઉભી રહેશે.

ટ્રેન નંબર 09483 મહેસાણા-પાટન સ્પેશ્યિલ  ટ્રેન 02 મે 2023 થી મેહસાણાથી 06:05 વાગ્યાની જગ્યાએ 12:10 વાગે શરૂ થઈને 12:22 વાગે ધિણોજ, 12:28 વાગે સેલાવી, 12:38 વાગે રણુજ, 12:46 વાગે સંખારી તથા 13:05 વાગે પાટણ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09484 પાટણ-મહેસાણા  ટ્રેન પાટણથી 19:20 વાગ્યાની જગ્યાએ 09:50 વાગે શરૂઆત થઈ 09:56 વાગે સંખારી, 10:03 વાગગે રણુજ, 10:12 વાગે સેલાવી, 10:17 વાગે ધિણોજ તથા 11:05 વાગે મહેસાણા પહોંચશે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article